News of Wednesday, 17th July 2024
ઋષભ પંતની મસ્તી :ગળે લગાવનાર ખેલાડીને જ ધક્કો મારી સ્વીમિંગ પુલમાં ફેંકી દીધો: જુઓ વીડિયો
દિલ્હી કેપિટલ્સ ટીમના ફાસ્ટ બૉલર ખલીલ અહમદ ઋષભ પંતને પાછળથી આવીને ગળે લગાવે છે.

https://twitter.com/Star_boy_55/status/1812878578960494982
મુંબઈ :ભારતીય ટીમના વિકેટ કિપર અને બેટ્સમેન ઋષભ પંત તેમની મસ્તી માટે જાણીતા છે. રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ તેમની મસ્તીના કિસ્સાઓ જણાવી ચુક્યા છે. હાલમાં જ ઋષભ પંતે પોતાના સાથી ખેલાડી સાથે કરેલ મસ્તીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દિલ્હી કેપિટલ્સ ટીમના ફાસ્ટ બૉલર ખલીલ અહમદ ઋષભ પંતને પાછળથી આવીને ગળે લગાવે છે. આ જ સમયે ઋષભ પંત ધક્કો મારીને બાજુમાં રહેલા સ્વીમિંગ પુલમાં ફેંકી દે છે. ખલીલ અહમદનું સંતુલન ન રહેતા તેઓ પુલમાં પડી જાય છે. ઋષભ પંતની આ વર્તણુક જોઈને થોડીવાર ખલીલ અહમદ હેરાન થઈને તેમને જોઈ રહ્યા છે. પરંતુ પંત તેમના તરફથી મોં ફેરવી જાણે કશું જ કર્યું ન હોય તેમ હસતા હસતા આગળ જવા લાગે છે.
આ વીડિયો અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની સંયુક્ત મેજબાનીમાં રમાયેલ T20 વર્લ્ડ કર દરમિયાનનો લાગી રહ્યો છે. જે હવે વાયરલ થઈ રહ્યો છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
