<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

અનંત-રાધિકાના લગ્નમાં હાજરી બાદ કિમ કાર્દશિયને મંદિરમાં કરી સેવા:તસ્વીર વાયરલ

અમેરિકન પર્સનાલિટી કિમે મંદિરમાં દર્શન કર્યા સાથે જ બાળકોને ભોજન પણ આપ્યું:બંને બહેનોએ માથે દુપટ્ટો પહેરીને પહેલા મંદિરમાં સેવા કરી

બઈ :કિમ કાર્દાશિયન તેની બહેન ખ્લો કાર્દાશિયન સાથે તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવી હતી. આ ફંક્શનમાંથી અભિનેત્રીની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. આ વિદેશી મહેમાનોના લગ્નમાં એક અલગ જ ધામધૂમ જોવા મળી હતી.
કિમે તેની બહેન સાથે ભારત યાત્રાનો સંપૂર્ણ આનંદ માણ્યો. ક્યારેક તે ઓટોમાં બેસીને રાઈડ લેતી જોવા મળી હતી તો ક્યારેક ઐશ્વર્યા રાય સાથે પોઝ આપતી જોવા મળી હતી. કાર્દશિયન સિસ્ટર્સ દરેક જગ્યાએ છવાયેલી રહી. હવે કિમ કાર્દાશિયનની કેટલીક વધુ તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં તે તેની બહેન સાથે મુંબઈના ઈસ્કોન મંદિરમાં જતી જોવા મળી હતી. આ દરમિયાન લાઈફ કોચ જય શેટ્ટી પણ મંદિરમાં તેમની સાથે રહ્યા હતા

  આ દરમિયાન અમેરિકન પર્સનાલિટી કિમે મંદિરમાં દર્શન કર્યા સાથે જ બાળકોને ભોજન પણ આપ્યું હતું. બંને બહેનોએ માથે દુપટ્ટો પહેરીને પહેલા મંદિરમાં સેવા કરી. આ દરમિયાન તેના હાથમાં ખોરાકની ડોલ જોવા મળી હતી જેમાં તે બાળકોને ભોજન પીરસતી હતી. આ પછી તે ત્યાંના પૂજારીને પણ મળી. કિમની આ તસવીરો જોઈને ભારતીય ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે. 

  મંદિર પરિસરમાં બંને બહેનો ભારતીય ડ્રેસ પહેરીને દુપટ્ટાથી ઢંકાયેલી જોવા મળી હતી. બંને બહેનોએ ઈસ્કોન મંદિરમાં શ્રી રાધા-કૃષ્ણના દર્શન કર્યા હતા અને સેવા પણ કરી હતી. 

  કિમ કાર્દાશિયન બે દિવસ માટે ભારતમાં હતી. આ પ્રવાસ દરમિયાન તેણે અનંત અંબાણીના લગ્ન અને આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય સાથે ફોટો શેર કરતા કિમે લખ્યું- 'ક્વીન' આ પહેલા રણવીર સિંહ અને મહેશ બાબુની દીકરી સિતારા સાથે પોઝ આપતો ફોટો પણ વાયરલ થયો હતો. 

કેટલીક તસવીરોમાં કિમ અને તેની બહેન પણ પૂજારી સાથે વાત કરતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતાં કિમે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “મને આ સુંદર અનુભવ અને મંદિરની મુલાકાત લેવાની તક આપવા બદલ જય શેટ્ટી અને રાધી દેવલુકિયાનો આભાર. હું હંમેશા આભારી રહીશ 

અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપતા પહેલા તેઓએ ઓટો રિક્ષાની સવારી પણ લીધી હતી. ભારત છોડ્યા બાદ કિમે તેના પ્રવાસની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “ભારત મારા હૃદયમાં છે.” .

(12:31 AM IST)