News of Tuesday, 16th July 2024
ભારતીય નૌકાદળે તેની મુખ્ય રાષ્ટ્રીય સ્તરની ક્વિઝ સ્પર્ધા, THINQ2024 શરૂ કરી
રસ ધરાવતી શાળાઓ THINQ2024 વેબસાઈટ – www.indiannavythinq.in દ્વારા નોંધણી કરાવી શકે છે,

નવી દિલ્હી : ભારતીય નૌકાદળે મંગળવારે તેની મુખ્ય રાષ્ટ્રીય સ્તરની ક્વિઝ સ્પર્ધા, THINQ2024 શરૂ કરી. આ વર્ષની THINQ2024 ની થીમ 'વિકસીત ભારત' છે જે આઝાદીના 100માં વર્ષ પર 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના કેન્દ્ર સરકારના વિઝન સાથે જોડાયેલી છે. પ્રતિભાગીઓના વ્યાપક મૂલ્યાંકન માટે ચાર તબક્કામાં હાઇબ્રિડ મોડમાં સમગ્ર દેશમાં ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા ખુલ્લી છે. રસ ધરાવતી શાળાઓ THINQ2024 વેબસાઈટ – www.indiannavythinq.in દ્વારા નોંધણી કરાવી શકે છે, જેમાં સ્પર્ધા ને લગતી વ્યાપક માહિતી પણ છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં ગૌરવ અને દેશભક્તિની ભાવનાને જગાડવાની સાથે સાથે બૌદ્ધિક વિકાસ અને યુવા દિમાગને પ્રેરણા આપવાની અનન્ય તક પૂરી પાડે છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
