News of Wednesday, 17th July 2024
ઓમાનના દરિયામાં ઓઇલ ભરેલુ ટેન્કર ઉંધુ વળી જતા ૧૩ ભારતીય સહિત ૧૬ લાપતા
જહાજનું નામ પ્રેસ્ટીજ ફાલ્કન

મસ્કત તા. ૧૬ : ઓમાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ જહાજ ટેન્કરનું નામ પ્રેસ્ટિજ ફાલ્કન હોવાનું સામે આવ્યું છે, જેના પર સવાર ૧૬ ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ ઓઈલ જહાજ પર સવાર ૧૬ ક્રૂ મેમ્બર્સમાંથી ૧૩ ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે, પરંતુ તેઓ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી નથી.
ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર આ ઓઈલ જહાજ પૂર્વ આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લઈને જઈ રહ્યો હતો. મંગળવારે, આ ઓઇલ ટેન્કર ઓમાનના મુખ્ય ઔદ્યોગિક દુકમ બંદર નજીક ડૂબી ગયું હતું અને ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.
મળતા અહેવાલ પ્રમાણે આ ઓઈલ જહાજ યમન તરફ જઈ રહ્યું હતું, ત્યારે તે દુકમ બંદર પાસે પલટી ગયું.જહાજ પલટી જવાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ તાજેતરની માહિતી અનુસાર જહાજ માં સવાર લોકો વિશે કંઈ જ જાણવા મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે જહાજ ડૂબી ગયું છે તે લગભગ ૧૧૭ મીટર લાંબુ છે અને તેને વર્ષ ૨૦૧૭માં બનાવવામાં આવ્યું હતું.
મેરીટાઈમ સેફટી સેન્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે કોમોરોસ ફલેગવાળું ઓઈલ જહાજ રાસ મદારકાહથી ૨૫ફપ્ દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું છે. તેની તપાસ અને રાહત બચાવ માટે જરૂરી માર્ગદર્શિકા મુજબ તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
