News of Wednesday, 17th July 2024
બજેટ હશે ગ્રામવિકાસલક્ષી : આવક વૃધ્ધી ઉપર ફોકસ
ગ્રામિણ વિસ્તારમાં ચાલી રહેલી યોજનાઓ ઉપરની ફાળવણી વધારાશે : હરિયાણા - મહારાષ્ટ્ર - ઝારખંડમાં આવી રહેલી ચૂંટણીમાં NDAને ફાયદો થાય તેવા હશે પગલા

નવી દિલ્હી, તા.૧૭: નાણાકીય વર્ષ ૨૦૨૫ના સામાન્ય બજેટમાં ગ્રામીણ વિસ્તારો પર વધુ ફોકસ થઈ શકે છે. લોકસભા ચૂંટણી અને આ વર્ષે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં મળેલા આંચકાને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પહેલાથી ચાલી રહેલી યોજનાઓ માટે ફાળવણી વધારવા સિવાય કેટલીક નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના, મનરેગા, રોડ નિર્માણ યોજના અને પીએમ આવાસ યોજના માટે વધુ પૈસા આપી શકાય છે. નાણાકીય વર્ષ ૨૪ માં જીડીપી વળદ્ધિ ૮.૨% હતી પરંતુ કળષિ વળદ્ધિ ધીમી પડીને ૧.૪% અને ખાનગી અંતિમ વપરાશ ખર્ચ માત્ર ૪% રહ્યો હતો. તેમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં વપરાશની ગતિ ઓછી છે.
જાણકારોનું કહેવું છે કે તેને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટમાં ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન આપી શકે છે. કેરએજના મુખ્ય અર્થશાષાી રજની સિન્હાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધારવા માટે કલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકવામાં આવશે. રોજગારીની તકો વધારવા માટે PM આવાસ યોજના ગ્રામીણ, PM ગ્રામ સડક યોજના, PM કિસાન સન્માન નિધિ અને ખેતી માટે વધુ ફાળવણી કરી શકાય છે.
બેંક ઓફ બરોડાના અર્થશાષાી સોનલ બધને કહ્યું, વચગાળાના બજેટમાં કોઈ નવા પગલાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ વખતે કેટલીક જાહેરાતો થઈ શકે છે. PM કિસાન સન્માન નિધિ શહેરી અને ગ્રામીણ બંને સહિત PM આવાસ યોજના માટે સરકારની ફાળવણી લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. PM કળષિ સિંચાઈ યોજના માટે ફાળવણી વધી શકે છે ક્રિસિલના મુખ્ય અર્થશાષાી દીપ દેશપાંડેએ કહ્યું, નાણાકીય વર્ષ ૨૦૨૪માં ગ્રામીણ આવક અને માંગમાં ઘટાડો થયો હતો. તેને વધારવા માટે બજેટમાં એસેટ ક્રિએશન અને રોજગાર સર્જન યોજનાઓ માટે ફાળવણી વધારી શકાય છે.
MNREGA, PMAY અને PM ગ્રામીણ સડક યોજના જેવી યોજનાઓ માટે વધુ નાણાં આપવાથી મોટી સંખ્યામાં એવા પરિવારોને મદદ મળી શકે છે જેઓ ખેતીની પ્રવળત્તિઓ પર નિર્ભર નથી. જો કે, ગ્રામીણ માંગને મજબૂત કરવા માટે, આવા પગલાં લેવા પડશે જે કળષિને હવામાનના વિનાશથી બચાવી શકે અને તે ક્ષેત્રોને ટેકો આપવો પડશે જે ભવિષ્યમાં વધુ રોજગારી ઉત્પન્ન કરી શકે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
