<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

બેરોજગારીએ માજા મુકી : મુંબઇ એરપોર્ટ ઉપર ૬૦૦ પોસ્‍ટ માટે રપ હજાર ઉમેદવારો ઉમટયા : જુઓ વિડિયો

એક સાથે મોટા પ્રમાણમાં યુવક-યુવતિઓ એકત્ર થઇ જતા ધમાલ

મુંબઇ, તા. ૧૭ : મુંબઈ એરપોર્ટ પર એર ઈન્‍ડિયા દ્વારા એરપોર્ટ લોડરની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. એર ઈન્‍ડિયા દ્વારા ૬૦૦ પોસ્‍ટ માટે વેકેન્‍સીની જાહેરાત કરાઈ હતી. ત્‍યારે આ ૬૦૦ પોસ્‍ટ માટે ૨૫,૦૦૦થી વધુ લોકો એરપોર્ટ પર પહોંચતા એર ઈન્‍ડિયા માટે ભીડ કંટ્રોલ કરવું મુશ્‍કેલ બન્‍યું હતું. જેનો વીડિયો સામે આવ્‍યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ફોર્મ કાઉન્‍ટર સુધી પહોંચવા માટે લોકો એકબીજા સાથે ધક્કામુક્કી કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, એરપોર્ટ લોડરોને ફ્‌લાઈટમાં સામાન ચઢાવવા અને ઉતારવા તેમજ બેગેજ બેલ્‍ટ અને રેમ્‍પ ટ્રેક્‍ટર ચલાવવાનું કામ આપવામાં આવે છે. દરેક વિમાનના સામાન, કાર્ગો અને ખાદ્યપદાર્થો માટે ઓછામાં ઓછા પાંચ લોડરની જરૂર પડે છે. એરપોર્ટ લોડરને મહિને ૨૦ થી ૨૫ હજાર જેટલો પગાર મળતો હોય છે. આ પદ માટે શૈક્ષણિક માપદંડ મૂળભૂત છે, પરંતુ વ્‍યક્‍તિનું શારીરિક રીતે મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે.

(2:55 PM IST)