News of Wednesday, 17th July 2024
પેરિસ ઓલંપિકમાં સુરક્ષા માટે તૈનાત થશે ભારતના શ્વાન
એક લાખ જવાનો કરશે ઓલંપિકની સુરક્ષા : વિસ્ફોટક પદાર્થો અને સંદિગ્ધ લોકોની ભાળ મેળવવામાં છે હોશીયારઃ કે-૯ યુનિટનું ૧૦ સભ્યોનું સુરક્ષા દળ પહોંચ્યું પેરિસ

નવી દિલ્હી તા. ૧૭: ર૬ જુલાઇથી શરૂ થનાર પેરીસ ઓલંપિકમાં યજમાન ફ્રાંસ માટે સૌથી મોટો મુદ્દો સુરક્ષાનો છે. ખાસ વાત એ છે કે પેરિસ ઓલંપિકની સુરક્ષામાં ભારત પણ સહયોગ આપી રહ્યું છે.
હાલમાં જ ૧૦ સભ્યોનું સ્પેશ્યલ સુરક્ષા દળ ભારતથી પેરિસ પહોંચ્યું છે. તેનું નામ કે-૯ યુનિટ છે અને તે એક ખાસ શ્વાન દળ છે. જે પેરિસ ઓલંપિક દરમ્યાન ફ્રાંસ સાથે મળીને રમતની સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ દળનું સ્વાગત ફ્રાંસમાં સ્થિત ભારતીય રાજદૂત જાવેદ અશરફે કયર્ુ઼ં હતું.
ફ્રાંસના સંરક્ષણ મંત્રાલય અનુસાર, ભારતના કે-૯ યુનિટ ઉપરાંત દુનિયાભરમાંથી લગભગ ૪૦ મિલીટ્રી શ્વાન યુનિટોને સુરક્ષામાં મદદ કરવા માટે ફ્રાંસ બોલાવાયા છે. આ શ્વાન યુનિટનો ઉપયોગ વિસ્ફોટક પદાર્થો અને સંદિગ્ધ લોકોની ભાળ મેળવવા માટે કરવામાં આવશે. જેથી સુરક્ષા ટીમોને જોખમો સામે નિપટવામાં મદદ મળી શકે. આ યુનિટો આખા ફ્રાંસમાં મહત્વપુર્ણ સ્થાનો પર તહેનાત કરાશે.
પેરિસ ઓલંપિક દરમ્યાન લગભગ એક લાખ જવાનો સુરક્ષાની જવાબદારી સંભાળશે. જેમાં પોલીસ અને સેનાના કર્મચારીઓ સામેલ છે. ૩૦ હજાર પોલીસ અધિકારીઓ ઉપરાંત ૪પ હજાર સશસ્ત્ર પોલીસ કર્મી.ઓ સીન નદી પર આયોજીત થનાર ઉદ્દઘાટન સમારોહથી સમાપન સુધી તહેનાત રહેશે. સેનાના ૧૮ હજાર જવાનો ઉપરાંત સેંકડો ડ્રોન પણ રહેશે.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
