News of Wednesday, 17th July 2024
શ્રીલંકાના પુર્વ ક્રિકેટરને તેની પત્ની અને બાળકોની સામે નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી દેવાઇ
ધમ્મિકા નિરોશના નામના આ ૪૧ વર્ષીય ક્રિકેટરના હત્યારાઓને શોધવા પોલીસે શરૂ કરી તપાસ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના શ્રીલંકાના પ્રવાસ પહેલા, શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટરને તેની પત્ની અને બાળકોની સામે ઘરે ગોળી મારીને નિર્દય હત્યા કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ૪૧ વર્ષીય શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધમ્મિકા નિરોશનની મંગળવારે રાત્રે ગાલે જિલ્લાના નાના શહેર અંબાલાંગોડામાં તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર અજાણ્યો વ્યક્તિ હોવાનું કહેવાય છે. સ્થાનિક પોલીસ આ કેસની તપાસ અને આરોપીઓને શોધવામાં વ્યસ્ત છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે તેના ઘરમાં હાજર હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. હાલમાં આ મામલાને અનેક એંગલથી જોડીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
