<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

વિવેક રામાસ્‍વામીએ રિપબ્‍લીકન કન્‍વેન્‍શનમાં આપ્‍યું જોરદાર ભાષણ : મસ્‍કે વિડીયો કર્યો ટ્‍વીટ

રામાસ્‍વામીએ અમેરિકાના લોકોને ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સમર્થન આપવાની અપીલ કરી

ન્‍યુયોર્ક, તા. ૧૭ : રિપબ્‍લિકન પાર્ટી વતી પ્રમુખ પદની દાવેદારીમાં સામેલ વિવેક રામાસ્‍વામીએ બુધવારે રિપબ્‍લિકન કન્‍વેન્‍શનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રામાસ્‍વામીએ અમેરિકાના સપના વિશે જુસ્‍સાથી વાત કરી અને લોકોને ડોનાલ્‍ડ ટ્રમ્‍પને સમર્થન આપવાની અપીલ કરી. રામાસ્‍વામીએ કહ્યું કે, ઙ્કમાત્ર ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જ આ દેશને એક કરી શકે છે. જો તમે દેશમાં કાયદો અને વ્‍યવસ્‍થા ફરીથી સ્‍થાપિત કરવા માંગતા હોવ તો ટ્રમ્‍પને મત આપો. જો તમે આ દેશની અર્થવ્‍યવસ્‍થાને એકીકળત કરીને અમેરિકાને ફરી એક મહાન દેશ બનાવવા માંગતા હોવ તો ટ્રમ્‍પને મત આપો. વિવેક રામાસ્‍વામીના ભાષણની અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્‍ક દ્વારા પણ વખાણ કરવામાં આવ્‍યા છે.

રામાસ્‍વામીએ વધુમાં કહ્યું કે, ‘જો તમે મારી દરેક વાત સાથે અસંમત હો, તો તમને અમારો સંદેશ એ જ છે કે, અમે છતાં પણ તમારા કહેવાના અધિકારનું રક્ષણ કરીશું કારણ કે અમે અમેરિકન તરીકે આ જ છીએ. આપણે એક એવો દેશ છીએ જ્‍યાં આપણે સંપૂર્ણપણે અસંમત થઈ શકીએ છીએ અને છતાં પણ ભોજનના ટેબલ પર સાથે આવી શકીએ છીએ. અમેરિકન હોવાનો વિવેક રામાસ્‍વામીના ભાષણની પ્રસિદ્ધ અબજોપતિ ઈલોન મસ્‍ક દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વિવેક રામાસ્‍વામીના ભાષણની ક્‍લિપ શેર કરતા, મસ્‍કે લખ્‍યું કે ‘તેમણે ખૂબ સારી વાત કહી'. રિપબ્‍લિકન રાષ્‍ટ્રીય અધિવેશન સોમવારે શરૂ થયું હતું. મંગળવારે રિપબ્‍લિકન નેશનલ કન્‍વેન્‍શનમાં ઈમિગ્રેશનનો મુદ્દો બહાર આવ્‍યો હતો.

(3:51 PM IST)