<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

સ્ત્રી પુજનીય, જનની અન્નપુર્ણાનું રૂપઃ સુખ, સમૃધ્‍ધિ, ઐશ્‍વર્ય લાવે છેઃ નીતા અંબાણી : જુઓ વિડિયો

અનંત-રાધીકાના લગ્નમાં કન્‍યાદાનનું મહત્‍વ સમજાવ્‍યું

રાજકોટ, તા. ૧૭ :  અનંત અને રાધિકાના લગ્નમાં કન્‍યાદાન સમયે મુકેશ અંબાણીના ધર્મપત્‍નિ નીતા અંબાણીએ કન્‍યાદાન વિશેનું મહતવ સમજાવ્‍યું હતું.

નીતા અંબાણીએ જણાવ્‍યું હતું કે, આપણી દિકરીઓ ઘરને સ્‍વર્ગ બનાવી દે છે.સ્ત્રી પૂજનીય જનની, અન્નપૂર્ણાના રૂપમાં હોય છે.સ્ત્રી ઘરમાં સુખ, સમૃધ્‍ધિ અને ઐશ્વર્ય લાવે છે.

તેથી જ આપણે ધરતી નદી અને આપણા દેશ ભારતને ભારતમાતા કહીએ છીએ.

નીતા અંબાણીએ વધુમાં કહ્યુ઼ કેસ્ત્રીએ જ્ઞાન અને બળ છે, સુખ, શાંતી સરસ્‍વતી અને લક્ષ્મીનું પણ રૂપ તરીકે ઓળખાય છે.

નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે તમે દિકરી નથી આપી પરંતુ અનંતના રૂપમાં દિકરો મેળવ્‍યો છે.

(4:22 PM IST)