News of Wednesday, 17th July 2024
મોબાઇલ એપ ડીવાઇસ દ્વારા બાળકોનું થઇ રહ્યુ છે ટ્રેકીંગ
તરત જ મળે છે એલર્ટ, ફોન અને ગાડીઓ થાય છે લોક

જયપુર,તા.૧૭: રાજસ્થાનની રાજધાની જયપુરમાં બાળકોની સુરક્ષા અને તેમને મોબાઇલની લતથી બચાવવા માટે માતા-પિતાઓ હવે મોબાઇલ એપ્સ ડીવાઇસની સાથે સ્માર્ટ વોચની મદદ લઇ રહ્યા છે. તેમાં તેઓ જીપીએસ ટ્રેકર અને સેફટી ડીવાઇસ દ્વારા પોતાના બાળકની દરેક ગતિવિધી પર નજર રાખી શકે છે. તેમને કેટલાય પ્રકારની સમસ્યાથી છુટકારો અપાવવાની સાથે સેફઝોન પણ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
બાઇક અને કારમાં આવી ડીવાઇસો લગાવવામાં આવી રહી છે. સ્કૂલ આઇડી કાર્ડે પણ ટ્રેક થાય છે.
બાળકો સાથે વધી રહેલ ગુનાહિત ઘટનાઓ અને મોબાઇલના વધારે પડતા ઉપયોગથી તેમની તંદુરસ્તી પર થતી આડઅસરોને રોકવા માટે લોકો એપ્સ અને ડીવાઇસની મદદ લઇ રહ્યા છે. જયપુરમાં કીડસ ટ્રેકર ડીવાઇસની ખરીદી વધી રહી છે તેમાં શાળાના ઓળખપત્ર પર એક નાનકડી ડીવાઇસ લગાડેલ હોય છે જે લાઇવ લોકેશન ઉપલબ્ધ કરાવે છે.
બાળક શું કરે છે તે જાણી શકાય છે
બાળકો પર પેરેંટલ કંટ્રોલ એપ દ્વારા નજર રાખવામાં આવે છે. તેના માધ્યમથી મોબાઇલના ઉપયોગનો હિસાબ રાખવામાં આવે છે. ઇન્ટરનેટના ઉપયોગનો સમય પણ સીમિત કરી શકાય છે. સિમીત સમય પુર થતા જ ફોન પર ઇન્ટરનેટ બંધ થઇ જાય છે.
કાર, સ્કૂટર અને બાઇકમાં પણ ટ્રેકર ડીવાઇસ લગાવાઇ રહી છે. જેથી બાળકો માતા-પિતાની ગેરહાજરીમાં તેનો ઉપયોગ ના કરી શકે. ગાડીની સ્વીચ ઓન કરતા જ તરત પેરેન્ટસના ફોન પર મેસેજ પહોંચી જાય છે. એટલે ખબર પડે છે કે કયાંક તેઓ વિનાકારણ તો વાહન નથી ચલાવતા.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
