News of Wednesday, 17th July 2024
ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની સોનેરી તક :ધોરણ-10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરીનો અવસર
જાણો ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી

નવી દિલ્હી :સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ઇન્ડિયા પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભારતીય ટપાલ વિભાગે 44228 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ, indiapostgdsonline.gov.in પર અરજી કરી શકે છે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઇન્ડિયા પોસ્ટ ભરતી ગ્રામીણ ડાક સેવક માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ 5 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ભારતીય ટપાલ વિભાગે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. પોસ્ટવિભાગે ગ્રામીણ ડાક સેવક, બ્રાંચ પોસ્ટ માસ્તર (BPM) અને મદદનીશ શાખા પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવકની ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે માન્યતાપ્રાપ્ત શાળા શિક્ષણ બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે અરજી કરી શકે છે. કોમ્પ્યુટર ઓપરેટ કરવાની સાથે સાયકલ કેવી રીતે ચલાવવી તે પણ જાણવું જોઈએ.
પોસ્ટ ઓફિસ GDS ભરતી અંતર્ગત દેશભરના 23 વર્તુળોમાં 44228 ગ્રામીણ ડાક સેવકની ખાલી જગ્યાઓ ભરવાની છે. આ ભરતી રાજ્યવાર કરવામાં આવી છે, આમાં પોસ્ટની સંખ્યા પણ અલગ અલગ રાજ્ય મુજબ રાખવામાં આવી છે. કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે એની માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે.
ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 32 વર્ષ હોવી જોઈએ. આમાં 5મી ઓગસ્ટ 2024ને આધાર તરીકે ધ્યાનમાં લઈને ઉંમરની ગણતરી કરવામાં આવશે. સરકારના નિયમો મુજબ તમામ આરક્ષિત વર્ગોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
ભારતીય ટપાલ વિભાગ યોગ્યતાના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટેનો પગાર દર મહિને રૂ. 10,000 થી રૂ. 29,380 સુધીનો હશે.
ગ્રામીણ ડાક સેવક ભરતી માટે ઉમેદવારોની પસંદગી 10મા ધોરણમાં મેળવેલા ગુણના મેરિટના આધારે કરવામાં આવશે. આ મેરિટ રાજ્યવાર અથવા વર્તુળ મુજબ તૈયાર કરવામાં આવશે. આ પછી ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
GDS ભરતી માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, PWD અને મહિલાઓ માટે અરજી મફત છે. અરજી ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવાની રહેશે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
