News of Wednesday, 17th July 2024
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આધીન NaBFIDમાં અધિકારી બનવા ઉત્તમ તક:વાર્ષિક રૂપિયા 15 લાખ સુધીનું પેકેજ
નેશનલ બેન્ક ફોર ફાયનાન્સિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ(NaBFID) તરફથી વિવિધ વિભાગોમાં એનાલિસ્ટ ગ્રેડના પદો માટે ભરતી અંગે નોટિફિકેશન જાહેર

નવી દિલ્હી :રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને આધિન નેશનલ બેન્ક ફોર ફાયનાન્સિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ(NaBFID) તરફથી વિવિધ વિભાગોમાં એનાલિસ્ટ ગ્રેડના પદો માટે ભરતી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
એવા ઉમેદવારો કે જે બેન્કિંગ સેક્ટરમાં નોકરી કરવા માગે છે તેવા ઉમેદવારોને માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે કે ભારતીય રિઝર્વ બેન્કને આધિન નેશનલ બેન્ક ફોર ફાયનાન્સિગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ(NaBFID) તરફથી વિવિધ વિભાગોમાં એનાલિસ્ટ ગ્રેડના પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ ભરતી અંતર્ગત લેન્ડિંગ ઓપરેશન્સ, રિસ્ક મેનેજમેન્ટ, HR, IT અને ઓપરેશનને લગતા વિવિધ પદોનો સમાવેશ થાય છે. જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માગે છે તેમણે સંબંધિત વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવાની પ્રક્રિયા સાથે 30 જુલાઈ 2024 સુધી અરજી કરી શકાય છે. અરજી કરવાની અંતિમ તારીખ 30 જુલાઈ છે.
યોગ્યતા- જે ઉમેદવારો આ ભરતીની પ્રક્રિયામાં સામેલ થવા માગે છે તેવા ઉમેદવારોએ PG,MBA, ICWS, CA, CFA, MCA, Mtech, ME, MSC સહિત જગ્યા પ્રમાણે યોગ્યતા હોવી જોઈએ.
વય મર્યાદા- ઉમેદવારની વય મર્યાદા 21 વર્ષથી 31 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ઉંમર પ્રમાણે OBC વર્ગને 3 વર્ષ અને SC, STના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવશે.
આ ભરતી અંતર્ગત જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે તેવા ઉમેદવારોને રૂપિયા 14 લાખ 83 હજારના વર્ષિક પેકેજ મળી શકે છે.
અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ nabfidની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.ત્યારપછી આપેલ લિંક પર ક્લિક કરો.અરજી ફોર્મમાં આપેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.તમારા ફોટોગ્રાફ, સહી અને સંબંધિત પ્રમાણપત્રો સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.છેલ્લે અરજી ફી ચૂકવો.6. સફળ સબમિશન પછી ભાવિ સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટ લો.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
