News of Wednesday, 17th July 2024
સિદ્ધારમૈયા સરકારનો યુ-ટર્ન, ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકોને 100% અનામતનો નિર્ણય અટક્યો
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે હાલમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 100 ટકા અનામત આપવાના નિર્ણય પર રોક લગાવી દીધી:આ નિર્ણયના ભારે વિરોધને કારણે સરકારે યુ-ટર્ન લીધો

બેંગલુરુ: કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે હાલમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને 100 ટકા અનામત આપવાના નિર્ણયને અટકાવી દીધો છે. આ નિર્ણયના ભારે વિરોધને કારણે સરકારે યુ-ટર્ન લીધો છે. કર્ણાટક સરકાર આ બિલ પર પુનર્વિચાર કરશે. તમને જણાવી દઈએ કે કર્ણાટક સરકારના આ નિર્ણય બાદ ઘણો વિવાદ થયો હતો. જેના કારણે કેબિનેટે નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ નિર્ણય બાદ સરકાર ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી.
આ નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ થયો હતો. આ નિર્ણય પર ભારે વિવાદને કારણે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 24 કલાકની અંદર 100 ટકા ક્વોટા બિલને લઈને સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ હટાવી દીધી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી હતી તેણે બીજી પોસ્ટ કરીને કહ્યું કે આ નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ, ઉદ્યોગો અને સાહસોમાં કન્નડીગાઓને અનામત આપવા માટે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ બિલને અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવ્યું છે. આ અંગે પુનઃવિચારણા કરવામાં આવશે અને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં કન્નડીગાઓને 100 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે હવે રાજ્યમાં કામ કરતી ખાનગી કંપનીઓએ તેમની ભરતીમાં સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવી પડશે. હવે ગ્રુપ સી અને ગ્રુપ ડીની નોકરીઓમાં 100 ટકા અનામત હશે. એટલે કે આ નોકરીઓ 100% માત્ર કન્નડ લોકો માટે જ હશે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
