<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

મોજડી છુપાવવાનું ‘શુકન' માંગ્‍યું તો વરરાજાની કમાન છટકી : મંડપમાં ઝાળીને ઢોર માર માર્યો

ધનબાદમાં લગ્ન દરમ્‍યાન ડખ્‍ખો : લગ્ન ન થઇ શકયા : જાનૈયા - માંડવીયા વચ્‍ચે ઢીશૂમ-ઢીશૂમ : પોલીસ બોલાવવી પડી

ધનબાદ, તા.૧૮: લગ્ન દરમિયાન, જીજાજી અને સાળી વચ્‍ચે અવારનવાર હસી-મજાકનાં અહેવાલો આવે છે. પરંતુ શું તમે કયારેય સાંભળ્‍યું છે કે મોજડીની ચોરીનું શુકન માંગવાને કારણે લગ્ન તૂટી ગયા હોય. હા, આવું જ બન્‍યું છે, જ્‍યાં ઝારખંડના ધનબાદમાં એક લગ્નમાં હંગામો થયો હતો, જ્‍યારે મોજડી ચોરીની વિધી દરમિયાન વરરાજાએ ન માત્ર તેની સાળી સાથે છેડછાડ કરી હતી પરંતુ તેમને મારવાનું પણ શરૂ કર્યું હતું. વરરાજાનું આવું વર્તન જોઈને કન્‍યા પક્ષને પણ ગુસ્‍સો આવ્‍યો અને તેઓ દોડીને વરરાજાને માર માર્યો. આ સાથે જાનૈયાને પણ બંધક બનાવ્‍યા હતા. આ દરમિયાન કોઈએ પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બાદ પોલીસે સ્‍થળ પર પહોંચી મામલો થાળે પાડ્‍યો હતો.

મળતી માહિતી મુજબ, મામલો ધનબાદના ભોંરા ઓપી વિસ્‍તારના વોર્ડ નંબર ૮નો છે. મહેશ ભુઈયાની દીકરીના લગ્ન સોમવારે રાત્રે અહીંયા હતા. વરઘોડો-જાન બોરાગઢ સુરેન્‍દ્ર કોલોની પહોંચી હતી. વર હરેન્‍દ્રનું ફૂલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બધી વિધિઓ થઈ ગઈ. પછી હરેન્‍દ્રની સાળીએ જૂતાની ચોરી (જૂતા છુપાવવાની) વિધિ કરી. તેણે જીજાજી હરેન્‍દ્રના મોજડી છુપાવી દીધા. આના પર હરેન્‍દ્રએ તેની સાઇીને ચંપલ પરત કરવા કહ્યું. સાળીએ કહ્યું- જીજાજી, પહેલા શગુનના પૈસા આપો પછી જ ચંપલ આપશે. ખબર નહીં વર હરેન્‍દ્રને આ બાબતે અચાનક શું થઈ ગયું અને તેણે તેની સાળીને માર મારવાનું શરૂ કરી દીધું.

હરેન્‍દ્રનું આ પાસું જોઈને જ્‍યારે દુલ્‍હનની માતા વરરાજાને સમજાવવા ગઈ તો હરેન્‍દ્રએ તેની સાથે પણ દુર્વ્‍યવહાર શરૂ કર્યો. દલીલબાજી દરમિયાન વરરાજાએ સાળીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને દુલ્‍હન પક્ષના લોકો ગુસ્‍સે થઈ ગયા. તેઓએ હરેન્‍દ્રને ભારે માર માર્યો હતો. હરેન્‍દ્ર મારપીટથી બચવા માટે અહીં-ત્‍યાં દોડવા લાગ્‍યો. માંડવીયા પણ તેને મારવા તેની પાછળ દોડતો રહ્યા. વર આગળ વધ્‍યો અને માંડવીયા પાછળ. જ્‍યારે વરરાજા દરમિયાનગીરી કરવા આવ્‍યો ત્‍યારે કન્‍યા પક્ષે તેને બંધક બનાવી લીધો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ માન્‍ય ન થયું. ત્‍યારબાદ પોલીસ બંને પક્ષોને પોલીસ સ્‍ટેશન લઈ ગઈ હતી. ત્‍યાં પણ કલાકો સુધી ડ્રામા ચાલતો રહ્યો. ત્‍યાર બાદ આખરે બંને પક્ષોએ લગ્ન તોડી નાખ્‍યા હતા. વર પક્ષે કન્‍યા પક્ષ તરફથી દાનમાં આપેલ રોકડ અને ભેટ બે દિવસમાં પરત કરવાનું વચન આપ્‍યું છે.

(10:12 AM IST)