<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

અફઘાનિસ્‍તાનમાં મોહર્રમ મનાવવા પર સખતાઇ

જાહેરમાં છાતી ફુટવા પર પ્રતિબંધ, જંડા ફાડી નાખ્‍યા

કાબુલ તા.૧૮: અફઘાનિસ્‍તાનની તાલિબાન સરકારે મહોર્રમ પર સખતાઇ દાખવતાં જાહેરમાં છાતી કુટવા પર પ્રતિબંધ લાદ્યો છે. ઉપરાંત ઘરો ઉપર લગાવવામાં આવેલા ઝંડા પણ ફાડી નાખ્‍યા છે.

તાલિબાન સરકારે શિયા સમુદાયનું દમન કરતા હેરાત અને અન્‍ય ઘણા પ્રાંતમાં આશુરા મનાવવા વિરૂદ્ધ નિયંત્રણો લાદી સખતાઇ દાખવી છે. રસ્‍તા ઉપર માતમ મનાવવા છાતી ફેટવા તથા ખુદને માર મારવાની મનાઇ ફરમાવાઇ છે. આદેશનું પાલન નહીં કરનારા પર સખત કાર્યવાહીની ચેતવણી આપી છે. તાલીબાને શરતોને આધીન શિયા મુસ્‍લિમોના અમુક સ્‍થળોએ જ મહોરમ મનાવવા મંજુરી આપી છે. તાલીબાન સરકારે ફરમાન કર્યું કે સમારોહ મર્યાદિત જગ્‍યાએ જ યોજવામાં આવે. રસ્‍તા કે ફુટપાથનો  ઉપયોગ કરી શકાશે નહીં. આયોજન સ્‍થળે દરવાજા બંધ રાખવાના રહેશે. શોક સમારોહમાં ઓડીયો વગાડવાની મનાઇ રહેશે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રે શોક મનાવનારાઓનાં ઘરે ઘસી જઇને તાલિબાન લડાકુઓએ ઝંડા ફાડી નાખ્‍યા હતા. શિયા બહુમત વિસ્‍તારોમાંથી કેટલાકની અટકાયત પણ કરાઇ હતી.

(1:49 PM IST)