News of Thursday, 18th July 2024
રાજનેતા રાજનીતિ નહિ કરે તો શું પાણીપુરી વેચશે ?: સાંસદ કંગના રનૌતનો સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શંકરાચાર્ય પર કટાક્ષ
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક નિવેદનમાં વિશ્વાસઘાતને લઈને એકનાથ શિંદે પર આરોપો લગાવ્યા હતા.

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી સાંસદ કંગના રનૌતે શંકરાચાર્યના નિવેદન પર કટાક્ષ કર્યો હતો. આ સાથે જ તેણે કહ્યું હતું કે રાજનેતા રાજનીતિ નહિ કરે તો શું ગોલગપ્પા વેચશે ? જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના એક નિવેદનમાં વિશ્વાસઘાતને લઈને એકનાથ શિંદે પર આરોપો લગાવ્યા હતા
શંકરાચાર્યે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે. સનાતન ધર્મમાં વિશ્વાસધાત એક મોટું પાપ છે. વિશ્વાસધાત કરનાર હિન્દુ ન હોય શકે. મહારાષ્ટ્રની જનતા આ વાતથી આ દુ:ખી છે.જે લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યું. આ નિવેદન બાદ અનેક લોકો તેમના નિવેદનની ટીકા તો અનેક લોકો સમર્થન આપી રહ્યા છે.
કંગના રનૌતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે શંકરાચાર્યએ તેમના શબ્દો, પ્રભાવ અને ધાર્મિક શિક્ષાનો દુરુપયોગ કર્યો છે. શંકરાચાર્ય આ પ્રકારની વાતો કરીને હિન્દુ ધર્મના ગૌરવને આઘાત પહોંચાડી રહ્યા છે. શંકરાચાર્યએ તેમના અપમાનજનક શબ્દોથી મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ગદ્દાર, વિશ્વાસઘાતી જેવા આરોપો લગાવતાં તેમની ભાવનાને દુ:ખ પહોંચાડ્યું છે. રાજકારણમાં ગઠબંધન, સંધિ અને એક પાર્ટીનું વિભાજન થવું એક સામાન્ય વાત છે. કોંગ્રેસ પાર્ટીનું વિભાજન 1907 અને ફરી 1971 માં થયું, જો રાજકરાણમાં રાજનેતા રાજનીતિ નહિ કરે તો શું ગોલગપ્પા વેચશે…
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
