<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

હાર્દિક - નતાસાના છૂટાછેડા : 'ઘણી કોશિશ કરી પણ...', નતાશા અને હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર કરી છૂટાછેડાની જાહેરાત

નતાશાએ લખ્યું કે તે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ હાર્દિક અને મેં પરસ્પર નિર્ણય લીધો

મુંબઈ : હાર્દિક-નતાશાના છૂટાછેડાના સમાચાર વચ્ચે નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરતા નતાશાએ લખ્યું કે તે ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ હાર્દિક અને મેં પરસ્પર નિર્ણય લીધો હતો.

   નતાશાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે બંને પરસ્પર સહમતિથી અલગ થયા છે. હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા. પરંતુ હવે લગભગ 4 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. નતાશાએ પોતાની પોસ્ટમાં પુત્ર અગસ્ત્યનો ઉલ્લેખ પણ કર્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયામાં તેના માતા-પિતાના ઘરે ગઈ છે. નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, "લગભગ 4 વર્ષ પછી, હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે બંનેએ એક જ નિર્ણય લીધો છે. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે. અગસ્ત્ય આપણા બંનેના જીવનનો હિસ્સો બની રહેશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.

   હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન મે 2020માં થયા હતા. લોકડાઉન દરમિયાન બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020 માં, બંને અગસ્ત્ય નામના પુત્રના માતાપિતા બન્યા. તેમના પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે ફેબ્રુઆરી 2024 માં હિન્દુ અને ખ્રિસ્તી રીતરિવાજો મુજબ ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા 

નતાશા અને હાર્દિકના છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી સામે આવી રહ્યા હતા. IPL દરમિયાન નતાશા એક પણ મેચમાં હાર્દિકને ચીયર કરતી જોવા મળી ન હતી. જ્યારે નતાશાએ તેના નામમાંથી પંડ્યા સરનેમ હટાવી ત્યારે દંપતીના છૂટાછેડાના સમાચાર વધુ વેગવાન બન્યા હતા

(9:54 PM IST)