<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

સોનાના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઉછાળો : 10 ગ્રામના 76,000 રૂપિયાને પાર પહોંચ્યા

તાજી સ્થાનિક માંગ તેમજ રૂપિયાના અવમૂલ્યનને કારણે સોનામાં આગઝરતી તેજી

નવી દિલ્હી. લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં સતત વધારો થતો રહે છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સતત છઠ્ઠા કારોબારી સત્રમાં સોનાના ભાવમાં ઉછાળો રહ્યો હતો. ભારતીય બુલિયન માર્કેટમાં આજે 18 જુલાઈ 2024ના રોજ દસ ગ્રામ સોનું 76,400 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

   જોકે, એક કિલો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને હવે તે 94,000 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

  ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, તાજી સ્થાનિક માંગ તેમજ રૂપિયાના અવમૂલ્યનને કારણે, ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 700 રૂપિયાના વધારા સાથે 76,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 75,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે ચાંદી કેટલી પહોંચી છે? જોકે, ચાંદીનો ભાવ અગાઉના સત્રમાં રૂ. 94,400 પ્રતિ કિલોગ્રામથી રૂ. 400 ઘટીને રૂ. 94,000 થયો હતો.

  ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનનું કહેવું છે કે સોનાના ભાવમાં વધારો સ્થાનિક જ્વેલરી વિક્રેતાઓ દ્વારા સતત ખરીદીને કારણે થયો છે આ ઉપરાંત રૂપિયામાં નબળાઈને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. વિદેશી બજારોમાં સોનાના ભાવમાં વધારો વિદેશી બજાર કોમેક્સમાં સોનું 6.90 ડોલર પ્રતિ ઔંસના વધારા સાથે 2,466.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ન્યૂયોર્કમાં ચાંદી પણ નજીવો વધીને 30.66 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.

(11:13 PM IST)