News of Sunday, 21st July 2024
પાટનગર દિલ્હીની છૂટક બજારોમાં ટામેટાના ભાવ કિલો દીઠ રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયા

શનિવારે રાષ્ટ્રીય રાજધાનીના છૂટક બજારોમાં ટામેટાના ભાવ કિલો દીઠ રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયા હતા. દિલ્હીમાં મધર ડેરીના આઉટલેટ્સ પર ટામેટાં આવા ઊંચા ભાવે વેચાઈ રહ્યા હતા.
મીન્ટના અહેવાલ મુજબ વરસાદના કારણે પુરવઠાને અસર થતાં દિલ્હીમાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ તારીખે ટામેટાંની સમગ્ર ભારતમાં સરેરાશ કિંમત રૂ. ૭૩.૭૬ પ્રતિ કિલો છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે , દિલ્હી અને અન્ય કેટલાક શહેરોમાં ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવ ઉંચા છે.
પશ્ચિમ દિલ્હીમાં મધર ડેરી સ્ટોરમાં ડુંગળીની કિંમત ૪૬.૯૦ રૂ. પ્રતિ કિલો અને બટાકાની કિંમત ૪૧.૯૦ રૂ. પ્રતિ કિલો છે. સરકારી ડેટા અનુસાર, દિલ્હીમાં ડુંગળી ૫૦ રૂ. પ્રતિ કિલો અને બટાટા ૪૦ રૂ. પ્રતિ કિલો છે, જ્યારે સમગ્ર ભારતમાં સરેરાશ ભાવ ડુંગળી માટે ૪૪.૧૬ રૂ. પ્રતિ કિલો અને બટાકાના ૩૭.૨૨ રૂ પ્રતિ કિલો છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
