News of Sunday, 21st July 2024
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું: અખિલેશે કહ્યું કે મોદી સરકાર બસ થોડા દિવસની મહેમાન છે, કેન્દ્ર સરકાર પડી ભાંગશે

પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા યોજાયેલી શહીદ દિવસ રેલીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંબોધનમાં કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું. હું ઈચ્છું છું કે, ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા રહે.’ આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ સંબંધીત ઠરાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કોલકાતાના ધર્મતલ્લામાં આયોજિત રેલીને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે જે લોકો સત્તામાં આવ્યા છે તેઓ થોડા દિવસના જ મહેમાન છે. આ સરકાર વધુ દિવસ નહીં ચાલશે.
મોદી સરકાર બસ થોડા દિવસની મહેમાન છે. અખિલેશે દાવા સાથે કહ્યું કે, કેન્દ્રની સરકાર થોડા જ દિવસોમાં પડી ભાંગશે. રેલીમાં પ્રચંડ માનવ મેદની ઉમટી પડી હતી.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
