<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ગર્ભવતી મહિલા મરી ગઈ એ પછી ડોક્‍ટરે સિઝેરિયન કરી બાળકીને બચાવી લીધી

આ બાળકી અત્‍યારે ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટમાં છે અને રિકવર થઈ રહી છે

ગાઝા,તા. ૨૨: ગાઝા સ્‍ટ્રિપ પર ચાલી રહેલા યુદ્ધમાં રાતના સમયે એક ઇઝરાયલી હુમલામાં એક જ સ્‍થળે ૨૪ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. આ લોકો વચ્‍ચે ૯ મહિનાની એક પ્રેગ્નન્‍ટ મહિલા પણ ઘાયલ થઈ હતી. એક રાત જીવન-મરણ વચ્‍ચે ઝઝૂમ્‍યા પછી તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવી, પણ ડોક્‍ટરો તેનો જીવ બચાવી ન શક્‍યા. જોકે ડોક્‍ટરોએ સોનોગ્રાફી કરી તો આ મહિલાના ગર્ભમાંની બાળકી જીવિત હતી. ડોક્‍ટરોએ તાત્‍કાલિક સિઝેરિયન સેક્‍શન કરીને બાળકીને કાઢી લીધી હતી. આ બાળકી અત્‍યારે ઇન્‍ટેન્‍સિવ કેર યુનિટમાં છે અને રિકવર થઈ રહી છે. ડોક્‍ટરોએ તેનું નામ બેબી યાસિન પાડ્‍યું છે.

(10:00 AM IST)