News of Monday, 22nd July 2024
સાવધાનઃ મુંબઈ માટે ૧૨૦ કલાક ખૂબ જ ભારેઃ રેકોર્ડ બ્રેક વરસાદ માટે સાવધાન રહેવા હવામાન તંત્રની ચેતવણીઃ આવતા ચાર પાંચ દિવસ મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

નવી દિલ્હી, તા. રર : આવતા ચાર પાંચ દિવસ મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કોંકણ માટે પણ ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનો ફ્રી પ્રેસ જર્નલનો અહેવાલ. સતત ત્રણ દિવસ ચાર ઇંચથી વધુ વરસાદ પછી મુંબઈમાં શનિવાર અને રવિવારની સવાર વચ્ચે ૨૪ કલાકમાં વધુ ચાર ઇંચ વરસાદ પડી ગયો છે. પહાડો માટે પણ રેડ એલર્ટ. મુંબઈ સહિત અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ ચાલુ છે આજે રવિવારે સવારે આઠ થી બપોરે ત્રણ વચ્ચે ટ્રોમ્બેના શાહજીનગર ખાતે છ ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો હતો.
બંગાળની ખાડી ઉપર ચક્રવાતી દબાવના કારણે ઓડિસાના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે. મુંબઈના અનેક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયાના અહેવાલો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ તંત્રને હાઈ એલર્ટ ઉપર રહેવા આદેશ આપ્યો છે. ઉત્તર ભારતમાં આવતા પાંચ દિવસો સુધી પૂર્વ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ અને વીજળી સાથે હળવો મધ્યમ વરસાદ પડશે. હિમાચલમાં કાંગડા મંડી હમીરપુર બિલાસપુર ચંબા સોલન સીમલા કુલુમાં સોમ અને મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાયેલ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
