News of Monday, 22nd July 2024
ઉજ્જૈનમાં પણ દુકાનદારોને નામના બોર્ડ લગાડવા આદેશઃ પ્રથમવાર ઉલ્લંધન બદલ ર હજાર, બીજીવાર પ હજારનો દંડ કરાશે
UPની સરકારે કાવડ યાત્રાના રૂટ પરના દુકાનદારો અને રેકડી વિક્રેતાઓને નેમપ્લેટ લગાવવાનો : આદેશ આપ્યા બાદ ઉજ્જૈન મેયરનો નિર્ણય

ભોપાલ, તા.રરઃ ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને શનિવારે દુકાન માલિકોને તેમની દુકાનોની બહાર તેમના નામ અને મોબાઇલ નંબરવાળી પ્લેટો લગાવવાનો નિર્દેશ આપ્યો છે.
ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે કાંવડ યાત્રાના રૂટ પરના દુકાનદારો અને રેકડી વિક્રેતાઓને તેમની દુકાનો અને રેકડીઓ પર નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉજ્જૈનના મેયર મુકેશ તટવાલે જણાવ્યું હતું કે, આ આદેશનું પ્રથમ વખત ઉલ્લંઘન કરવા બદલ ૨,૦૦૦ રૂપિયા અને બીજી વખત ૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. મેયરે વધુમાં કહ્યું, ‘આ ઓર્ડરનો હેતુ સુરક્ષા અને પારદર્શિતા સુનિતિ કરવાનો છે. તેનો હેતુ મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો નથી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું વતન ઉજ્જૈન તેના પવિત્ર મહાકાલ મંદિર માટે જાણીતું છે. વિશ્વભરમાંથી શિવભક્તો અહીં મહાકાલના દર્શન કરવા આવે છે. સોમવારથી શરૂ થતા શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
