તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 22nd July 2024
રાહુલ ગાંધીએ મોદીના મંત્રીને પૂછ્યો એવો સવાલ કે પ્રધાન ભડકી ગયા :
રાહુલ ગાંધીએ પેપર લીક પર પ્રધાનની ટીકા કરી અને કહ્યું કે અત્યાર સુધી તેમણે પેપર લીક કેસમાં "પોતાના સિવાય દરેકને દોષી ઠેરવ્યા છે".

નવી દિલ્હી :ચોમાસુ સત્રની શરૂઆતમાં વિપક્ષે લોકસભામાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે પણ આ મામલે પ્રશ્નો પૂછ્યા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 'પ્રશ્ન કાળ' દરમિયાન પ્રશ્નોના જવાબ આપ્યા હતા
રાહુલ ગાંધીએ પેપર લીક મામલે પ્રધાનની ટીકા કરી અને કહ્યું કે અત્યાર સુધી તેમણે પેપર લીક કેસમાં "પોતાના સિવાય દરેકને દોષિત ઠેરવ્યા છે". રાહુલ ગાંધીએ કહ્યું કે, “સમગ્ર દેશ માટે તે સ્પષ્ટ છે કે આપણી પરીક્ષા પ્રણાલીમાં ખૂબ જ ગંભીર સમસ્યા છે, માત્ર NEETમાં જ નહીં પરંતુ તમામ મોટી પરીક્ષાઓમાં. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષી ઠેરવ્યા છે. મને નથી લાગતું કે તે અહીં શું ચાલી રહ્યું છે તેની મૂળભૂત બાબતો પણ સમજે છે,”
વિપક્ષના નેતાએ પેપર લીકથી પ્રભાવિત વિદ્યાર્થીઓની ચિંતાઓ ઉઠાવી અને કહ્યું કે તેમને ખાતરી છે કે દેશની પરીક્ષા પ્રણાલીમાં "ધાંધલ" છે. તેમણે કહ્યું કે દેશના લોકો હવે માનવા લાગ્યા છે કે જો કોઈ વ્યક્તિ શ્રીમંત હોય તો તે "પરીક્ષા સિસ્ટમ ખરીદી શકે છે". “મુદ્દો એ છે કે દેશમાં એવા લાખો વિદ્યાર્થીઓ છે જેઓ શું થઈ રહ્યું છે તે વિશે અત્યંત ચિંતિત છે અને તેઓને ખાતરી છે કે ભારતીય પરીક્ષા પદ્ધતિ છેતરપિંડી છે. લાખો લોકો માને છે કે જો તમે શ્રીમંત હોવ અને પૈસા હોય તો તમે ભારતીય પરીક્ષા પ્રણાલી ખરીદી શકો છો અને વિપક્ષની પણ આ જ ભાવના છે..
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપ્યો શિક્ષણ મંત્રીએ રાહુલ ગાંધી પર તેમની 'છેતરપિંડી' ટિપ્પણી પર નિશાન સાધ્યું અને કહ્યું કે તે નિંદનીય છે. “જૂઠ માત્ર બૂમો પાડવાથી સાચું નથી બની જતું. વિપક્ષી નેતાનું નિવેદન કે દેશની પરીક્ષા પદ્ધતિ બકવાસ છે તે અત્યંત નિંદનીય છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
