News of Monday, 22nd July 2024
મમતા બેનર્જીએ કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું: અખિલેશે કહ્યું કે મોદી સરકાર બસ થોડા દિવસની મહેમાન છે, કેન્દ્ર સરકાર પડી ભાંગશે

નવી દિલ્હી, તા. રર : પヘમિ બંગાળમાં ટીએમસી દ્વારા યોજાયેલી શહીદ દિવસ રેલીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પヘમિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંબોધનમાં કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું. હું ઈચ્છું છું કે, ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા રહે.' આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ સંબંધીત ઠરાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોલકાતાના ધર્મતલ્લામાં આયોજિત રેલીને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે જે લોકો સત્તામાં આવ્યા છે તેઓ થોડા દિવસના જ મહેમાન છે. આ સરકાર વધુ દિવસ નહીં ચાલે.
મોદી સરકાર બસ થોડા દિવસની મહેમાન છે. અખિલેશે દાવા સાથે કહ્યું કે, કેન્દ્રની સરકાર થોડા જ દિવસોમાં પડી ભાંગશે. રેલીમાં પ્રચંડ માનવ મેદની ઉમટી પડી હતી.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
