<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

૨૦૨૪-૨૫માં GDP ૬.૫ થી ૭% મોંઘવારી કાબુમાં : બેરોજગારી ઘટી

અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજુ કરતું આર્થિક સર્વેક્ષણ :વૈશ્‍વિક અનિશ્‍ચિતતાઓ વચ્‍ચે ભારતમાં મુલ્‍ય સ્‍થિરતા : આર્થિક સર્વેમાં ડુંગળી - બટેટાનાં ભાવવધારાની ચર્ચા : અમૃતકાળ - વિકસિત ભારત ૨૦૪૭ માટે છ તબક્કાની રણનીતિ

નવી દિલ્‍હી, તા.૨૨: આજથી સંસદના મોનસુન સત્રનો પ્રારંભ થયો છે. આજે લોકસભામાં કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે  આર્થિક સર્વે ૨૦૨૩-૨૪ રજૂ કર્યો. બપોરે ૨ વાગ્‍યે રાજ્‍યસભામાં આર્થિક સર્વે પણ રજૂ કરવામાં આવ્‍યું? આવતીકાલે નાણામંત્રી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે.

આ સર્વે ભારતીય અર્થતંત્રની સ્‍થિતિ અને આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત વળદ્ધિ દરની વિગતો આપે છે. નાણામંત્રીએ કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતીય અર્થવ્‍યવસ્‍થા ૬.૫ થી ૭ ટકા વળદ્ધિની અપેક્ષા છે. છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ભારતીય અર્થવ્‍યવસ્‍થા મજબૂત સ્‍થિતિમાં છે અને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વિકાસ દર ૬.૫-૭ ટકા રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ફુગાવાનો દર ૪.૫ ટકા રહેવાની ધારણા છે, જ્‍યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં તે ૪.૧ ટકા રહી શકે છે. ઈકોનોમિક સર્વે મુજબ ભારતીય નાણાકીય ક્ષેત્રનો આઉટલૂક ઉજ્જવળ છે. સામાન્‍ય ચોમાસાની અપેક્ષાઓ, આયાતના ભાવમાં નરમાઈ અને રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાની ફુગાવાની અપેક્ષાઓને વેગ મળ્‍યો છે. સર્વેમાં જણાવાયું છે કે સ્‍થાનિક વળદ્ધિના ડ્રાઇવરોએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આર્થિક વળદ્ધિને ટેકો આપ્‍યો છે, જોકે વૈશ્વિક આર્થિક કામગીરી પર અનિશ્‍ચિતતા યથાવત્‌ છે.

સર્વે અનુસાર, સર્વિસ સેક્‍ટર સૌથી વધુ રોજગારી પેદા કરતું ક્ષેત્ર છે. ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને મજબૂત કરવા પર સરકારના ભારને કારણે બાંધકામ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જોકે, બાંધકામ ક્ષેત્રે રોજગાર અસંગઠિત છે અને વેતન અત્‍યંત ઓછું છે. ખેતી છોડીને શ્રમદળ માટે રોજગારીની નવી તકોની જરૂર છે. છેલ્લા દાયકામાં, બેડ લોનના વારસાને કારણે મેન્‍યુફેક્‍ચરિંગ સેક્‍ટરમાં રોજગારનું ઓછું સર્જન થયું છે, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી, આ ક્ષેત્રમાં રોજગારીની તકો વધી છે.

આર્થિક સર્વેમાં જણાવાયું છે કે ભૌગોલિક રાજકીય તણાવમાં વધારો અને તેની અસર ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિના વલણને અસર કરી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્‍યું છે કે સરકાર દ્વારા આર્થિક વળદ્ધિને ટેકો આપવા માટે લેવામાં આવેલા પગલાં અને નીતિઓની અસર બજેટમાં જોવા મળશે.

નોંધનીય છે કે સામાન્‍ય ચૂંટણી ૨૦૨૪ પહેલા આ વર્ષે ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલ સામાન્‍ય બજેટ વચગાળાનું બજેટ હતું, તેથી તે સમયે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્‍યો ન હતો. હવે તેની રજૂઆત કરવામાં આવી છે. સર્વે અનુસાર, ભારતીય અર્થવ્‍યવસ્‍થાને ગતિ આપવા માટે જે પણ સૂચનો આપવામાં આવ્‍યા છે, તેની ઝલક આગામી બજેટમાં જોવા મળશે.

સરકારે કહ્યું કે આ સત્રમાં ૧૯ બેઠકો થશે જે ૨૨ જુલાઈથી ૧૨ ઓગસ્‍ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન સંસદમાં છ મહત્‍વપૂર્ણ બિલ પણ રજૂ કરવામાં આવશે. નાણામંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું, દેશની અર્થવ્‍યવસ્‍થા મજબૂત સ્‍થિતિમાં છે અને અમે આગામી નાણાકીય વર્ષમાં ૬.૫-૭ ટકા વળદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. અમારી નીતિઓ અને પગલાં આર્થિક વળદ્ધિને ટેકો આપવા માટે તૈયાર છે.

આર્થિક સર્વેક્ષણ અને આગામી બજેટને લઈને વિરોધ પક્ષોએ તેમની આશા અને આશંકા વ્‍યક્‍ત કરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સરકારે રોજગાર, મોંઘવારી અને આર્થિક અસમાનતાના મુદ્દાઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું જોઈએ.

એકંદરે, આર્થિક સર્વેક્ષણ ૨૦૨૩-૨૪ એ ભારતીય અર્થતંત્રની સ્‍થિતિને મજબૂત ગણાવતા આવતા નાણાકીય વર્ષમાં સારા વિકાસ દરની આગાહી કરી છે. હવે બધાની નજર મંગળવારે રજૂ થનારા કેન્‍દ્રીય પૂર્ણ બજેટ ૨૦૨૪ પર છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેમાં નોંધ્‍યું છે કે, સરકાર બેરોજગારી મુદ્દે નોંધપાત્ર ધ્‍યાન કેન્‍દ્રીત કરી રહી છે. તેમજ સરકાર રોજગાર સર્જનમાં વધારો, બિન-ઔપચારિક ક્ષેત્રનું ઔપચારિક ક્ષેત્રમાં એકીકરણ તથા કામના સ્‍થળે મહિલા શ્રમમાં વધારો કરવા પર ફોકસ કરી રહી છે.

વૈશ્વિક પરિબળો, સપ્‍લાય ચેઈન પડકારો, અને કમોસમી વરસાદના કારણે ફુગાવામાં વધારો થયો હોવા છતાં વહીવટી અને નાણાકીય નીતિના નિર્ણયો દ્વારા તેના પર અંકુશ મેળવવામાં સફળ રહ્યા છીએ. રિટેલ ફુગાવો જ્‍ળ્‍૨૩માં સરેરાશ ૬.૭ ટકાથી ઘટી FY24માં ૫.૪ ટકા થયો હતો.

આજથી શરૂ થયેલું સંસદ સત્ર ૧૨ ઓગસ્‍ટ સુધી ચાલશે. તેમાં કુલ ૧૯ બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર ૬ બિલ રજૂ કરે તેવી ધારણા છે. જેમાં ૯૦ વર્ષ જૂના એરક્રાફ્‌ટ એક્‍ટને બદલવાનું બિલ અને જમ્‍મુ-કાશ્‍મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો પણ જોવા મળી શકે.

આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪ની વિશેષતાઓ

*૨૦૨૪-૨૫માં અર્થતંત્ર ૬.૫ થી ૭ ટકાના દરે વળદ્ધિ પામવાની ધારણા છે.

*ભૌગોલિક રાજકીય તણાવ અને તેની અસર નાણાકીય નીતિના વલણને પ્રભાવિત કરી શકે છે.

*ભારતીય નાણાકીય ક્ષેત્રનો દૃષ્ટિકોણ ઉજ્જવળ છે.

*અનિશ્‍ચિત વૈશ્વિક આર્થિક કામગીરી છતાં, સ્‍થાનિક વળદ્ધિના ચાલકોએ ૨૦૨૩-૨૪માં આર્થિક વળદ્ધિને ટેકો આપવો જોઈએ.

*સ્‍વસ્‍થ કોર્પોરેટ અને બેંક બેલેન્‍સ શીટ ખાનગી રોકાણને વધુ પ્રોત્‍સાહિત કરશે.

*વિદેશમાં સ્‍થાયી થયેલા ભારતીયોએ ૨૦૨૪ દરમિયાન દેશમાં ૧૨૪ અબજ ડોલર મોકલ્‍યા. ૨૦૨૫માં તે ઼૧૨૯ બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.

*ભારતની વળદ્ધિ વાર્તામાં કેપિટલ માર્કેટ મુખ્‍ય ભૂમિકા ભજવી રહ્યું છે.

(3:25 PM IST)