News of Monday, 22nd July 2024
નેપાળ: કાઠમંડુ ખીણમાં આવેલા પશુપતિ મંદિરમાં લાખો શિવભક્તોની ભીડ
શિવભક્તો નદીઓમાંથી કલશમાં પાણી ભરી, માથે કલશ લઈને શિવલિંગ પર જળ અર્પણ કરવા માટે પશુપતિ મંદિરે પહોંચ્યા

કાઠમંડુ : શ્રાવણના પહેલા સોમવારે લાખો શિવભક્તોએ કાઠમંડુમાં પશુપતિ મંદિરના દર્શન કર્યા હતા. આજે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે, એક દિવસ માટે ઉપવાસ કરે છે, અને સ્ત્રીઓ ચોમાસાના આગમનને ચિહ્નિત કરવા સુંદર લીલા વસ્ત્રો પહેરે છે.
સેંકડો શિવભક્તો નદીઓમાંથી કલશમાં પાણી ભરે છે, માથે કલશ લઈને શિવલિંગ પર જળ અર્પણ કરવા માટે પશુપતિ મંદિરે જાય છે. વીક્રમ સંવત નેપાળી કેલેન્ડર મુજબ શ્રાવણ સંક્રાંતિ શરૂ થાય છે, આ મહિનો નેપાળમાં હિંદુ સમુદાયમાં અનેક તહેવારો અને ચાતુર્માસની ઉજવણી સાથે વિરામ પામે છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
