<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

કમલા હેરિસ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ!: સિમ્પસને 24 વર્ષ અગાઉ આગાહી કરી હતી: પહેલા પણ સાચી પડી છે

સિમ્પસને 24 વર્ષ પહેલા આની આગાહી કરી હતી. તો શું તે ભવિષ્યવાણી હવે સાચી સાબિત થશે ?

નવી દિલ્હી :જો બિડેન યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી બહાર છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ડેમોક્રેટ્સ કમલા હેરિસને ટ્રમ્પ સામે મેદાનમાં ઉતારી શકે છે. બાયડેને તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પક્ષનું સમર્થન પણ આપ્યું છે. કમલા હેરિસનું નામ સામે આવ્યા બાદ એક કાર્ટૂન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ થઈ રહેલા આ કાર્ટૂનની સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી લડતી કમલાની સ્ક્રિપ્ટ 24 વર્ષ પહેલા લખાઈ હતી

  એ જ જેકેટ, એ જ ટી-શર્ટ, એ જ નેકલેસ અને એ જ ઈયરિંગ્સ. રાષ્ટ્રપતિની રેસમાં કમલા હેરિસની એન્ટ્રી જેવી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક તરફ કમલા હેરિસની તસવીર છે, જ્યારે તેમણે 2021માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. બીજી બાજુ વર્ષ 2000માં આવેલી કાર્ટૂન શ્રેણી સિમ્પસનની તસવીર છે. જ્યારે લિસા સિમ્પસન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. 

     હવે તેને સંયોગ ગણવામાં આવે કે વિચિત્ર ભવિષ્યવાણી, બિલકુલ આ જ કાર્ટૂન કેરેક્ટર જેવી દેખાતી કમલા હેરિસ પ્રમુખપદની રેસમાં છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો માની રહ્યા છે કે આ સંયોગ પછી કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તે નિશ્ચિત છે 

  કમલા હેરિસના પ્રમુખ બનવાની આ કથિત ભવિષ્યવાણીએ અમેરિકાની ચૂંટણીઓને ખૂબ જ રસપ્રદ બનાવી દીધી છે કારણ કે સિમ્પસનના કાર્ટૂનમાં દર્શાવવામાં આવેલી ઘણી ઘટનાઓ વાસ્તવિક જીવનમાં બની છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાની અગાઉની ભવિષ્યવાણીઓ પણ સાચી પડી છે. આટલું જ નહીં સિમ્પસનના એક એપિસોડમાં પણ ટ્રમ્પ પર હુમલો બતાવવામાં આવ્યો છે

  . જો કે, 'ધ સિમ્પસન'ની આગાહીઓ મોટે ભાગે સંયોગો ગણાય છે. પરંતુ આવી સમાનતા લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. આ કાર્ટૂન શો યોગાનુયોગે બીજી ઘણી ઘટનાઓની આગાહી કરે છે. જેમ કે સ્માર્ટ ઘડિયાળની શોધ, VR ચશ્માની શોધ, ફોન દ્વારા વિડિયો કૉલ્સ અને ડિઝની દ્વારા 20TH CENTURY FOX નું ટેકઓવર પણ. હવે ફરી એકવાર સિમ્પસન કાર્ટૂનની ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે. 24 વર્ષ પહેલા કરેલી આ ભવિષ્યવાણી સાચી પડે છે કે કેમ તે જોવું રહ્યું.

(11:10 PM IST)