<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

આધુનિક શસ્ત્રોથી સજ્જ 40 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ અહીં છુપાયેલા: સેનાએ ખાસ પ્લાન બનાવ્યો

આ વિસ્તારોમાં મોટા પાયે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ:ઘૂસણખોરી કરવામાં સફળ રહેલા આ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત અને સૌથી આધુનિક અને અદ્યતન હથિયારો પણ છે.

નવી દિલ્હી : લગભગ 40 થી 50 પાકિસ્તાની આતંકવાદીઓનું એક જૂથ જમ્મુ ક્ષેત્રના પહાડી જિલ્લાઓના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ તેમને પકડવા માટે આ વિસ્તારોમાં મોટાપાયે આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહેલા આ આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને તેમની પાસે કેટલાક આધુનિક અને અદ્યતન હથિયારો પણ છે. આ હથિયારોમાં નાઇટ વિઝન ઉપકરણોથી સજ્જ અમેરિકન બનાવટની M4 કાર્બાઇન રાઇફલ્સનો પણ સમાવેશ થાય છે.

   ઈન્ડિયા ટુડે ટીવીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ પાસે ચાઈનીઝ સ્ટીલ-કોટેડ બુલેટ્સ પણ છે, જે બુલેટપ્રૂફ વાહનોમાં ઘૂસી જવા માટે સક્ષમ છે. જમ્મુ ડિવિઝનમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓ પહાડો અને જંગલોમાં યુદ્ધ કરવામાં પણ નિષ્ણાત છે. તેઓ જુદા જુદા વિસ્તારોમાં નાના જૂથોમાં કામ કરે છે.

  બાતમી મળતાની સાથે જ સેનાના જવાનોએ આતંકીઓને શોધવા અને તેનો પીછો કરવા માટે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સિવાય સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ટનલ શોધવાની કવાયત ચાલી રહી છે અને આતંકવાદીઓના ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  દિવસની શરૂઆતમાં, સેનાના જવાનોએ સોમવારે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક સૈન્ય ચોકી અને ગ્રામ રક્ષા દળના સભ્ય (VDG) ના નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આ દરમિયાન આતંકીઓ સાથે તેમની અથડામણ થઈ હતી.

   સૂત્રોએ જણાવ્યું હતું કે VDGના નિવાસસ્થાન પર હુમલામાં સામેલ આતંકવાદી માર્યો ગયો છે અને આ ઘટનામાં એક સૈનિક, એક નાગરિક અને VDGના એક સંબંધી ઘાયલ થયા છે. સોમવારે થયેલો આતંકવાદી હુમલો જમ્મુ ક્ષેત્રમાં તાજેતરના સમયમાં 14મી ઘટના છે, જેમાં બે અધિકારીઓ સહિત 10 સુરક્ષા જવાનો અને 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે અને 58 અન્ય ઘાયલ થયા છે. આ દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે

(11:37 PM IST)