<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

‘યે જો તેરી પાયલો કી છન છન…’ સોન્ગ પર ડાન્સ કરતા રાહુલ ગાંધીનો વધુ એક AI વીડિયો વાયરલ

વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે: વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે

મુંબઈ : સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેય શું થાય એ કોઈ જાણતું નથી. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. ત્યારે આવો જ એક AI વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી ડાન્સ કરતા બતાવામાં આવ્યા છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજકાલ AI માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. જેમાં ‘પ્રોમ્પ્ટ’ દ્વારા વ્યક્તિની કલ્પનાને આકાર આપી ફોટો અને વીડિયો બનાવવામાં આવે છે.

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેય શું થાય એ કોઈ જાણતું નથી. ઘણી વખત એવા વીડિયો સામે આવે છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.

અમેરિકન અબજપતિ એલોન મસ્કે તાજેતરમાં આવો જ એક AI વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં વિશ્વના નેતાઓ અને ઉધોગપતિઓને AI ફેશન શો કરતા બતાવવામાં આવ્યા હતા.

આ વીડિયોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને વિવિધ પોશાકમાં ફેશન શો કરતા બતાવવામાં આવ્યા હતા. ત્યારે આવો જ વધુ એક AI વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી ડાન્સ કરતા બતાવામાં આવ્યા છે. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રાહુલ ગાંધીને ‘યે જો તેરી પાયલો કી છન છન…’ સોન્ગ પર ડાન્સ કરતા બતાવવામાં આવ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

(9:21 AM IST)