News of Wednesday, 24th July 2024
સિક્કિમમાં ફરવું હોય તો સાથે રાખો કચરાની થેલી

ગંગટોક,તા. ૨૪: સિક્કિમમાં ફરવા માટે હવેથી ટૂરિસ્ટે તેમની સાથે કચરો ફેંકવા માટે થેલી રાખવી પડશે. સિક્કિમના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. આ નિયમ મુજબ દરેક ટૂરિસ્ટ પાસે તેમની કારમાં કચરો ફેંકવા માટેની થેલી હોવી ફરજિયાત છે. આ માટે ટૂર-ઓપરેટર, ટ્રાવેલ-એજન્સીઓ અને વેહિકલના ડ્રાઇવરને પણ સૂચના આપી દેવામાં આવી છે. ટૂરિસ્ટ કચરો બહાર ન ફેંકે એ માટે તેમની પણ જવાબદારી રહેશે. એ માટે રેન્ડમ વેહિકલ ચેક કરવામાં આવશે. જો કોઈ પણ વેહિકલમાં કચરો ફેંકવા માટેની થેલી ન મળી તો તેમને દંડ ફટકારવામાં આવશે. સિક્કિમની વસ્તી ખૂબ ઓછી છે. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજયમાં સિક્કિમનો સમાવેશ છે, કારણ કે ત્યાં અંદાજે ૬ લાખ લોકો રહે છે. સિક્કિમમાં દર વર્ષે ૨૦ લાખથી વધુ ટૂરિસ્ટ આવે છે. તેઓ રાજયને ગંદું ન કરે એ માટે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
