<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

દુનિયાનાં સૌથી જોખમી શહેરોમાં દિલ્‍હી ૧૨મા અને મુંબઈ ૧૪મા ક્રમે

સૌથી સુરક્ષિત શહેરમાં ટોપ ટેનમાં સિંગાપોર, જાપાનના ટોક્‍યો અને કેનેડાના ટોરોન્‍ટોનો સમાવેશ

નવી દિલ્‍હી,તા. ૨૪: દુનિયાનાં સૌથી રિસ્‍કી શહેરની એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં ભારતના દિલ્‍હીનો ક્રમ બારમો અને મુંબઈનો ચૌદમો ક્રમ છે. શ્નફોર્બ્‍સઙ્ખદ્વારા આ લિસ્‍ટ બહાર પાડવામાં આવ્‍યું છે જેમાં ક્રાઇમ, પર્સનલ સિક્‍યોરિટી, હેલ્‍થ સિક્‍યોરિટી, ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સિક્‍યોરિટી અને ડિજિટલ સિક્‍યોરિટીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. સૌથી સુરક્ષિત શહેરમાં ટોપ ટેનમાં સિંગાપોર, જપાનના ટોક્‍યો અને કેનેડાના ટોરોન્‍ટોનો સમાવેશ થાય છે. આ લિસ્‍ટ ટૂરિસ્‍ટ માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ઘણી વ્‍યક્‍તિ આ લિસ્‍ટ જોઈને અજાણ્‍યા શહેરમાં પહેલી વાર જવાનું નક્કી કરે છે. સૌથી રિસ્‍કી શહેરના લિસ્‍ટમાં ટોપ ટેનમાં વેનેઝુએલાનું કરાકસ પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે પાકિસ્‍તાનનું કરાચી, ત્રીજા ક્રમે મ્‍યાનમારનું યેન્‍ગોન, ચોથા ક્રમે નાઇજીરિયાનું લાગોસ, પાંચમા ક્રમે ફિલિપીન્‍સનું મનિલા, છઠ્ઠા ક્રમે બંગલાદેશનું ઢાકા, સાતમા ક્રમે કોલમ્‍બિયાનું બોગોટા, આઠમા ક્રમે ઇજિપ્તનું કાઇરો, નવમા ક્રમે મેક્‍સિકોનું મેક્‍સિકો સિટી અને દસમા ક્રમે એક્‍વાડોરનું ક્‍વિટો છે.

(9:38 AM IST)