<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ITમાં રાહત ન અપાતા પગારદારો અને રોકાણકારોમાં નિરાશા

રોકાણકારોમાં કેપિટલ ગેઇન ટેક્‍સ વધતાં આર્થિક બોજ વધશે

નવી દિલ્‍હી,તા. ૨૪: કેન્‍દ્રિય બજેટમાં ઈન્‍કમટેક્‍સની જોગવાઈ ઓમાં ખાસ કોઈ રાહત ન અપાતા પગારદારોમાં નિરાશા વ્‍યાપી છે. બીજી તરફ રોકાણકારો કે જે શેર બજાર અને મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરે છે. કેન્‍દ્રિય નાણાંમંત્રીએ કેપિટલ ગેઈન ટેક્‍સના માળખામાં જે ફેરફાર કર્યો છે તેની વ્‍યાપક અસરો પડશે. જોકે આ જાહેરાતો સામે મિશ્ર પ્રત્‍યાઘાતો જોવા મળે છે. ટૂંકા ગાળા અને લાંબા ગાળાના કેપિટલ ગેઈન ટેક્‍સમાં કરાયેલા વધારાથી શેર બજારમાં પણ સેન્‍સેક્‍સમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. મધ્‍યમવર્ગની ગૃહિણીઓએ પણ પ્રાથમિક તબક્કે બજેટમાં કોઈ ખાસ રાહત મળી ન હોવાનો સૂર વ્‍યક્‍ત કર્યો હતો. પગારદાર કર્મચારીઓની અપેક્ષા બજેટમાં વ્‍યાપક રાહત મળે તેવી હતી. જોકે પર્સનલ ઇન્‍કમટેક્‍સમાં નવી ટેક્‍સ રિજીમમાં સ્‍ટાન્‍ડર્ડ ડિડકશન રૂા.૭૫ હજાર અને રૂા. ૧૫ લાખથી વધુ ૩૦ ટકા સ્‍લેબ રેટ કરવાથી પેન્‍શનરો તથા મધ્‍યમવર્ગના કર્મચારીઓને રૂા.૧૭,૫૦૦ ટેક્‍સની બચત થશે, જે આવકાર્ય હોવાનું સીએ સમીર પરીખે જણાવ્‍યું હતું સીએ મનિષ બક્ષીએ જણાવ્‍યું હતુંકે, નાણાંકીય

શિસ્‍ત ૨૦૨૪૭ના વિકસીત ભારતનો સ્‍પષ્ટ ચિતાર સાથે દુરંદેશી વિકાસ યાત્રાને વેગ આપનારું બજેટ રજૂ થયું છે. નાણાંકીય ખાધ ૫.૬ ટકા રાખી ૨૦૨૬માં ૪.૫ ટકા સુધી લઇજવાની જોગવાઈ મહત્‍વની છે. ખેડૂત, ગરીબ વર્ગ,યુવા અને મહિલાઓને આ બજેટમાં પ્રાધાન્‍ય અપાયું છે. આવકવેરામાં મૂડી નફામાં જે સુધારા વધારા છે તેનાથી શેર માર્કેટમાં પ્રારંભિક નકારાત્‍મક અસરો જોવા મળ્‍યા બાદ બજેટની હકારાત્‍મક અસરોની જાણ થતાં માત્ર ૭૩ પોઈન્‍ટ નીચું બંધ થયું હતું. (૨૨.૨)

નાના વેપારીઓ - એમએસએમઇ ઉપર ધ્‍યાન અપાયું

કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સના ગુજરાત પ્રમુખ અને વડોદરા વેપાર વિકાસ એસો.ના પ્રમુખ પરેશ પરીખે જણાવ્‍યું હતું કે. નાના વેપારીઓ અને એમએસએમઇક્ષેત્રે ધ્‍યાન અપાયું છે. જોકે વેપારીઓ માટેની પેન્‍શન યોજનામાં સુધારો થયો નથી. જીએસટી કાયદાઓમાં સરળતા હજી જાહેર થઇ નથી. એક દેશ એક કાયદાની જાહેરાત થઇ નથી.

રોકાણકારોની સરકારને ચિંતા

ઝવેરી સિક્‍યુરિટીઝના લિ.ના ડાયરેકટરો જીત ઝવેરી અને કરન ઝવેરીએ બજેટની જોગવાઇઓને આવકારી હતી. બજારમાં આગામી સમયમાં તેજી જળવાઇ રહેશે તેવી પણ આશા વ્‍યક્‍ત કરી હતી. રોકાણકારો તેમની બચત ગુમાવે નહિ તેની સરકારને ચિંતા છે અને તેથી જ જરૂરી સુધારા કર્યા છે.ભારતમાં હાલ ૮૦૦૦ કંપનીઓ લિસ્‍ટેડ છે. આગામી ૫ વર્ષમાં આ આંકડો ૧૫હજારથી ૨૦ હજાર જેટલો એટલેકે અમેરિકા અને ચીન જેટલો થઇ શકે તેમ છે. આગામી સમયમાં શેર બજાર નવી ટોય દર્શાવશે.

સરકારના પગલાંને આવકાર

લિથીયમ સહિત રેર અર્થ મેટલ ઉપર કસ્‍ટમ ડયુટીની મુક્‍તિથી ઇલેક્‍ટ્રિક મોબીલીટીના વિકાસને ઉત્તેજન મળશે તેમ વર્ડ વિઝાર્ડના સીએમડી યતીન ગુપ્તેએ જણાવ્‍યું હતું.

(9:39 AM IST)