<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ચેરિટેબલ ટ્રસ્‍ટો અને સંસ્‍થાઓ માટે ટેક્‍સ માફીની નવી રિજીમ

૧લી ઓક્‍ટોબર બાદ કરમુક્‍તિના લાભ માટે પણ ખાસ જોગવાઇ : કરમુક્‍તિનો લાભ મેળવતી શૈક્ષણિક- મેડિકલ સિવાયની અન્‍ય ધર્માદા ટ્રસ્‍ટો - સંસ્‍થાઓ

 

મુંબઇ,તા. ૨૪: ચેરીટેબલ ટ્રસ્‍ટો અને સંસ્‍થાઓ માટે બજેટમાં ટેક્‍સ માફીની નવી રિજીમ જાહેર કરાઈ છે, તેમ સીએ સમીર પરીખે જણાવ્‍યું હતું. હાલમાં કલમ ૧૦(૨૩સી)ની પેટા કલમો (iv)(v)(vi) (via) હેઠળ જે ટ્રસ્‍ટો- સંસ્‍થાઓ શૈક્ષણિક કે મેડિકલ પ્રવૃત્તિઓ કરતી હોય અને ફકત અને ફક્‍ત આ ઉદ્દેશો ધરાવતી હોય તેવી સંસ્‍થાઓને કલમ ૧૦ (૨૩સી)ની ઉપયુક્‍ત જણાવેલ પેટા કલમો હેઠળ કરમુક્‍તિ મળે છે. બીજી તરફ શૈક્ષણિક- મેડિકલ સિવાયની અન્‍ય ધર્માદા ટ્રસ્‍ટો - સંસ્‍થાઓ આવકવેરા કાયદાની કલમ ૧૧-૧૩ હેઠળ કરમુક્‍તિનો લાભ મેળવે છે. બંને ટેક્‍સ રિજીમમાં મોટાભાગની શરતો એક સરખી હોઈ નવી ટેક્‍સ રિજીમની જોગવાઈ કરાઇ છે.

નવી જોગવાઈ મુજબ કલમ ૧૦(૨૩સી)ની પેટા કલમ હેઠળ કરમુક્‍તિનો લાભ લેતા હશે તેઓ તા.૧- ૧૦-૨૦૨૪ પછી કરમુક્‍તિ લેવાની વેલીડીટી હશે ત્‍યાં સુધી લાભ લઇ શકશે. ત્‍યાર બાદ કરમુક્‍તિનો લાભ કલમ ૧૧ થી ૧૨ હેઠળ લેવાનો રહેશે. આમ જોગવાઈ મુજબ કલમ ૧૦(૨૩સી) રદ ગણાશે. ૧લી

ઓકટોબર પછી નવીન ટ્રસ્‍ટો ફક્‍ત શૈક્ષણિક - મેડિકલ સંસ્‍થાઓ હશે તેઓ કલમ ૧૧થી ૧૩ હેઠળ કર મુક્‍તિનો લાભ લઇ શકશે. ધર્માદા ટ્રસ્‍ટોને આવકવેરામાંથી મુક્‍તિ મેળવવા માટે ફરજિયાત આવકવેરા નોંધણી નિયત સમય મુદતમાં કરાવવી પડે છે.ત્‍યાર બાદ નોંધણી અરજી કરાય તો તે રદ કરાય છે. હવે ૧લી ઓકટોબર બાદ આવકવેરા નોંધણી માટે કરવામાં આવતી અરજીઓ મુદત બાદ હશે તો કમિશનર ઓફ ઈન્‍કમટેક્‍સ (માફી) ગુણવત્તાના ધોરણે વિલંબ માફ કરવાની સત્તા વાપરી શકશે.

(9:40 AM IST)