હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીવન વીમા પોલીસીના પેમેન્ટ TDSમાં ઘટાડો : ૧ ઓક્ટોબરથી અમલ
TDSની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર ૫ ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ.૨૦૦૦૦થી વધી જાય તો તેના પર ૧૦ ટકાના દરે ટીડીએસ કરવો પડશે

નવી દિલ્હી, તા.૨૪: નાણાં મંત્રી નિર્મલા સિતારમણે વ્ઝલ્ની જોગવાઈમાં ફેરફાર કરીને ટીડીએસના દર ૫ ટકાથી ઘટાડીને બે ટકા અને કેટલાક કિસ્સાઓમાં એક ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરી દેવાનો નિર્ણય કર્યો છે. જૂની વ્યવસ્થા હેઠળ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવતા મહેનતાણા, વ્યાજ, કમિશન પર કોઈપણ જાતની કરકપાત-TDS કરવાની જોગવાઈ નહોતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જતીન સી. શાહ નું કહેવું છે કે નાણાં મંત્રીએ ટીડીએસમાં સૂચવેલા સુધારાને પરિણામે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ રૂ. ૨૦૦૦૦થી વધી જાય તો તેના પર ૧૦ ટકાના દરે ટીડીએસ કરવો પડશે.
પગારદાર કર્મચારીએ વિદેશ ભણવા ગયેલા પુત્રને મોકલેલા નાણાં પર થયેલા ટીસીએસની રકમ તેમ જ મોટર કારની ખરીદી પર થયેલા ટીસીએસની રકમ પગારની રકમમાંથી ટીડીએસ કરતી વેળાએ ટીસીએસની રકમ મજરે લઈ ગણતરીમાં લેવામાં આવશે. આ વ્યવસ્થાને કારણે કરદાતાના હાથ પહેલાની તુલનાએ વધુ પગાર આવશે. તેથી તેના હાથમાં વધુ રોકડ રહેશે. પગારદાર કરદાતાઓને ટીડીએસની ગણતરીમાં ટીસીએસ કપાવવામાં આવ્યો હોય તે અગાઉ ગણતરીમાં લેવામાં આવતો નહોતો. હવે ટીસીએસની કપાત ગણતરીમાં લેવામાં આવશે.
૧. કલમ ૧૯૪ડી હેઠળ વીમાના કમિશન પર પહેલા ૫ ટકા ટીડીએસ કરવામાં આવ્યો હતો તે હવે ઘટાડીને ૨ ટકા કરી દેવામાં આવ્યો છે. પહેલી એપ્રિલ ૨૦૨૫થી નવા દર લાગુ પડશે.
૨. કલમ ૧૯૪ ડીએ હેઠળ જીવન વીમા પોલીસીના પેમેન્ટ પર ૫ ટકા ટીડીએસ હતો તે ઘટાડીને પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી અમલમાં આવે તે રીતે ૨ ટકા કરી દેવામાં આવ્યો છે.
૩. કલમ ૧૯૪ જી હેઠળ લોટરી ટિકીટના વેચાણ પર મળતા કમિશનની રકમ પર ૫ ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી ઘટાડીને ૨ ટકા કરી દેવામાં આવ્યો છે.
૪. કલમ ૧૯૪ એચ હેઠળ કમિશન તથા દલાલી પર ૫ ટકા ટીડીએસ કરવામાં આવતો હતો તે પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી ઘટાડીને ૨ ટકા કરી દેવામાં આવ્યો છે.
૫. કલમ ૧૯૪આઈબી હેઠળ ચોક્કસ વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત પરિવાર દ્વારા ચૂકવવામાં આવતા ભાડાં પર ૫ ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી ૨ ટકા કરી દેવામાં આવી છે.
૬. કલમ ૧૯૪એમ હેઠળ કોઈ વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત પરિવાર દ્વારા દલાલી, પ્રોફેશનલ સર્વિસ, કે કોન્ટ્રાક્ટના પેમેન્ટ કરવામાં આવ્યા હોય અને તે રકમ રૂ. ૫૦ લાખથી વધારે હોય તો તેના પર કરાતો ટીડીએસ પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી ઘટાડીને ૨ ટકા કરી દેવામાં આવ્યો છે.
૭. ૧૯૪ઓ હેઠળ ઈ-કોમર્સ ઓપરેટર દ્વારા અન્ય કોઈ ઈ-કોમર્સ સાથે સંકળાયેલી વ્યક્તિને પેમેન્ટ કરવામાં આવતી રકમ પર એક ટકા ટીડીએસ કરવાની જોગવાઈ હતી તે ઘટાડીને ૦.૧ ટકા (૧૦ પૈસા) કરી દેવામાં આવી છે. આ જોગવાઈ પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી લાગુ પડશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
