News of Wednesday, 24th July 2024
ગતવર્ષે દર મિનિટે એક એઇડ્સના દર્દીએ જીવ ગુમાવ્યો : યુએનનો રિપોર્ટ
ત્રણ નવા ક્ષેત્રો, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા અને લેટિન અમેરિકામાં વધી રહ્યું છે સંક્રમણ

નવી દિલ્હી,તા.૨૪ : ગયા વર્ષે વિશ્વભરમાં લગભગ ૪ કરોડ લોકોમાં એઇડ્સનું કારણ બને છે તે HIV વાયરસ જોવા મળ્યો હતો. તેમાંથી ૯૦ લાખ લોકો તેની કોઈ સારવાર કરાવી શકયા નહિ. પરિણામે દર મિનિટે કોઈને કોઈ દર્દી એઈડ્સને કારણે જીવ ગુમાવતો રહ્યો. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના તાજેતરના અહેવાલમાં આ ખુલાસો કર્યો છે. આ એવી સ્થિતિ છે જ્યારે વિશ્વમાં એઇડ્સ રોગચાળાને સમાપ્ત કરવાની દિશામાં પ્રગતિ થઈ રહી છે.
યુએન રિપોર્ટ દર્શાવે છે કે તેની પ્રગતિની ગતિ હવે ધીમી થવા લાગી છે. તેનું કારણ ભંડોળનો અભાવ છે. આ કારણે ત્રણ નવા ક્ષેત્રો, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પૂર્વી યુરોપ, મધ્ય એશિયા અને લેટિન અમેરિકામાં તેનું સંક્રમણ વધી રહ્યું છે. ૨૦૨૩ માં અહીં લગભગ ૬,૩૦,૦૦૦ લોકો એઇડ્સ સંબંધિત રોગોથી મળત્યુ પામ્યા હતા. આ ૨૦૦૪માં થયેલા ૨૧ લાખ મળત્યુ કરતાં ઘણા ઓછા છે.
એઈડ્સ ૨૦૩૦ સુધીમાં ખતમ કરવાનું વચનયુએનએઇડ્સના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર વિન્ની બ્યાનીમાએ જણાવ્યું હતું કે વૈશ્વિક નેતાઓએ ૨૦૩૦ સુધીમાં એઇડ્સને ખતમ કરવાનું વચન આપ્યું છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૩માં નવા સંક્રમણ ત્રણ ગણાથી વધુ એટલે કે ૧૩ લાખ હતા. લિંગ અસમાનતાને કારણે આફ્રિકાના કેટલાક ભાગોમાં કિશોરીઓ અને યુવતીઓમાં HIV ના કેસોમાં વધારો થયો છે. સીમાંત સમુદાયોમાં વૈશ્વિક સ્તરે નવા ચેપનું પ્રમાણ ૨૦૧૦ માં ૪૫% થી વધીને ૨૦૨૩ માં ૫૫% થવાનો અંદાજ છે. એક નવું કારણ એ પણ છે કે એઇડ્સના ઈન્જેક્શનની કિંમત ૪૦,૦૦૦ ડોલર (રૂ. ૩૩.૪૭ લાખ) છે, જે સામાન્ય માણસની પહોંચથી બહાર છે.
બજેટમાં ખેત ઉપજ વધારવા પર
ભાર, વિકાસ વધુ ઉગશેઃ ભૂપત બોદર
રાજકોટ તા. ર૪ :.. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વવાળી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજુ કરનાર કેન્દ્રીય નાણાંમંત્રીશ્રી નિર્મલા સીતારામન ઘ્વારા રજુ કરવામાં આવેલ ૨૦૨૪-૨૫ના બજેટને આવકારતા જણાવેલ કે છેલ્લા દશ વર્ષોમાં નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ભારતનો આર્થિક વિકાસ એક ઉતમ ઉદાહરણ બની ગયો છે.
ંકેન્દ્રીય બજેટ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ મહત્વનું સાબિત થશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ એ લોકસભા ચૂંટણીમાં આપેલા વચનોને નિભાવીને કરોડો. સર્વસ્પર્શી અને સર્વવ્યપાી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
ખેતીમાં ઉત્પાદન વધારવા માટે રિસર્ચ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. કળષિ અને તેના સહાયક ક્ષેત્રો માટે ૧.૫૨ લાખ કરોડની ફાળવણી. દેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ કરોડની લોન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ માટે ઈન્ફ્રા માટે ૨.૬૬ લાખ કરોડની ફાળવણી. MSME ની મદદ માટે ફાઈનાન્સિયલ રેગ્યુલેટરીમાં બદલાવો કરવામાં આવશે. મૌસમથી ઓછું નુકશાન થાય તેવી ખેત પેદાશ ઉત્પાદન કરવા પર વધુ ધ્યાન આપવામાં આવેલ છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
