તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th July 2024
આતંકવાદી હુમલાઓ છતા બોલીવુડનું ધ્યાન કાશ્મીર તરફ
અત્યારે કિરણકુમારની ધ લાસ્ટ કેન્ડીડેટ નું ચાલી રહ્યું છે શુંટીંગ

જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં વધી રહેલી આતંકી હિંસા અને જોરદાર આતંકવાદી હુમલાઓથી ભયનું વાતાવરણ છે પણ બોલીવુડુ ફરી એક વાર કાશ્મીરની વાદીઓ તરફ પોતાનું રૂખ કર્યુ છે શ્રીનગરમાં હાલમાં એક લઘુ ફિલ્મ ‘‘ ધ લાસ્ટ કેનીડેટ'' નું શુટીંગ ચાલી રહ્યું છે.
પ્રસિધ્ધ અભિનેતા કિરણકુમાર અભિનિત આ ફિલ્મ પહેલાથી જ સ્થાનિક ફિલ્મ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગઇ છ.ે ઉપલબ્ધ માહિતી અનુસાર બોલીવેડના પ્રસિધ્ધ અભિનેતા કિરણ કુમારે કાશ્મીરની અદ્વિતીય સુંદરતા માટે પોતાના વખાણ શેર કર્યા હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કાશ્મીર એક ખુબસુરત જગ્યા છે એ મને મારી પોતાની લાગે છે. જો સ્વર્ગ કયાંય હોય તો તે અહીયા જ છે.
તેમણે કહ્યું કે હું આ જગ્યાના જાદુથી મંત્રમુગ્ધ છું અહીની મહેમાન નવાઝી マદયને સ્પર્શી જાય છે. ફિલ્મ પર ચર્ચા કરતા તેમણે કહ્યું કે તે હયાતખાનની ભૂમિકા ભજવી રહ્યા છે. જે એક ઇમાનદાર સરકારી અધિકારી છે. આખી ફિલ્મ કાશ્મીરી લોકોની સાદગી પર આધારિત છે. અને લગભગ ૯૦ મીનીટની છે. ર્લાસ્ટ કેન્ડીડેટ જોયા પછી તમને એવું લાગશે કે એક સાચી વાત જોઇ રહ્યા છે.
ફિલ્મ નિર્માણમાં સામેલ સ્થાનિક પ્રતિભાઓ અંગે વાત કરતા કિરણકુમારે કહ્યું કે મારા અને મારા પુત્ર ઉપરાંત બધા કલાકારો સ્થાનિક છે અને પ્રતિભાશાળી છે. તેઓ બહુ જનુન પુર્વક કામ કરે છે. હું અપિલ કરૂ છું કે મુંબઇના મારા સહયોગીઓ પણ પોતાની ફિલ્મોના શુટીંગ માટે અહી આવે અને સ્થાનિક પ્રતિભાઓને જાણે અને તેમની જરૂરિયાતોને સમજે
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
