હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેરિસ ઓલિમ્પિકમાં લોહીની નદીઓ વહેશેઃ હમાસના આતંકીઓએ વીડીયો જાહેર કર્યો

નવી દિલ્હી,તા.૨૪ : પેરિસ ઓલિમ્પિક આગામી ૨૬ જુલાઈથી શરૂ થશે. પરંતુ તે પહેલા જ તેના પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકને લઈને હમાસના આતંકવાદીઓએ ચેતવણી આપી છે કે પેરિસમાં લોહીની નદીઓ વહેશે. જેના કારણે પેરિસ ઓલિમ્પિક પ્રશાસન પણ ચોંકી ઉઠ્યું છે. જોકે ઈન્ટેલિજન્સ ટીમ આ અંગે એલર્ટ થઇ ગઈ છે. હમાસના આતંકીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધમકીભર્યો વીડિયો પણ શેર કર્યો છે.
હમાસ આતંકવાદીનો આ વીડિયો ગઈકાલે મંગળવારે જાહેર કર્યો છે. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ ૨૬ જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત તે ૧૧મી ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ ઓલિમ્પિકમાં ઈઝરાયેલ પણ ભાગ લેશે. હમાસના એક આતંકવાદીના વીડિયોમાં, એક માસ્ક પહેરેલો વ્યક્તિ ફ્રાંસ અને ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી આપે છે કે પેલેસ્ટાઈન સાથેની અરાજકતા વચ્ચે ‘ઝિયોનિસ્ટ શાસન'નો પક્ષ લેવા માટે તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે.
વીડિયોમાં આતંકવાદીએ ઘેરા રંગના કપડા પહેર્યા છે અને તેની છાતી પર પેલેસ્ટાઈનનો ધ્વજ લપેટાયેલો છે. પેરિસમાં મોટા હુમલા તરફ ઈશારો કરીને આતંકવાદી કહે છે કે ‘લોહીની નદીઓ વહેશે'. વિડિયોનો અંત એ વ્યક્તિ સાથે થાય છે જેનું માથું નકલી હોય છે. કેટલાક લોકોનું અનુમાન છે કે વિડિયો હમાસ સાથે જોડાયેલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ વીડિયોને હમાસ સાથે જોડતા કોઈ સ્પષ્ટ પુરાવા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
