News of Wednesday, 24th July 2024
ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર : હવામાન વિભાગની ચેતવણી
ગુજરાત, કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા

નવી દિલ્હી : પશ્ચિમી પવનો અને સેન્ટ્રલ હાઇલેન્ડ્સ પર સ્થિત શીયર ઝોનને કારણે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 24 જુલાઈના રોજ ગુજરાત, કોંકણ-ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. જુલાઇ 25-28 ના રોજ કોંકણ-ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 25-28 જુલાઈએ મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને, ભારતીય હવામાન વિભાગે 24-25 જુલાઈના રોજ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને 24 જુલાઈના રોજ કોંકણ-ગોવા માટે રેડ એલર્ટ જારી કરી છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રના વિસ્તારો માટે 27 જુલાઈ સુધી અને ગુજરાત માટે 28 જુલાઈ સુધી ચેતવણીઓને ઓરેન્જ એલર્ટમાં અપગ્રેડ કરવામાં આવશે.
ગુજરાતમાં, સરદાર સરોવર ડેમ હવે 55 ટકા ભરાઈ ગયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 141માંથી 31 જળાશયો હાઈ એલર્ટ પર હોવા છતાં 46.4 ટકા પાણીનો સંગ્રહ છે. વરસાદના પરિણામે આઠ જળાશયોમાં 15,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. 29 ડેમ 70-100 ટકા ભરેલા છે, 19 ડેમ 50-70 ટકા ભરેલા છે, અને 50 ડેમ 25-50 ટકા ભરેલા છે.
પુણેની પાણીની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. ભારે વરસાદના કારણે ડેમોના કેચમેન્ટ વિસ્તારોમાં પાણીનું સ્તર વધ્યું છે, જેમાં શહેરને પાણી પુરૂ પાડતા ચારમાંથી ત્રણ ડેમમાં ગયા વર્ષની સરખામણીએ પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે.
જુલાઈની શરૂઆત પહેલા મુંબઈમાં પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નહતો, તેના કારણે થઇ ને એક ચિંતાનો વિષય બન્યો હતો. તે સમયે જળાશયો માત્ર 5.9% પર જ હતા, જેના કારણે BMC ને પાણીનો પુરવઠો બહારથી મંગાવવો પડતો હતો. પરંતુ અતિ ભારે વરસાદના કારણે તમામ સ્થિતિ સાવ અલગ જ થઇ ગઇ છે. 23 જુલાઈ સુધીમાં પાણીનું સ્તર વધીને 53.1% થઇ ગયું છે. તેમ છતાં શહેરમાં 10 ટકા પાણી કાપ ચાલુ છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
