તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 24th July 2024
પહેલી નોકરી પર PF એકાઉન્ટમાં મળશે 15 હજાર રૂપિયા: જાણો કઈ એક ભૂલથી મોટું નુકસાન થશે
દરેક એપોઇન્ટમેન્ટ પર EPFOમાં યોગદાન માટે કંપનીઓને બે વર્ષ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા અપાશે

નવી દિલ્હી: દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રથમ વખત નોકરી મેળવનારા કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત કરી છે. હવે કેન્દ્ર સરકાર પ્રથમ નોકરી કરવા પર યુવાનોના EPFO ખાતામાં 15,000 રૂપિયા જમા કરાવશે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે.
નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે સંગઠિત ક્ષેત્રમાં પહેલીવાર નોકરી શરૂ કરનારને એક મહિનાનો પગાર આપવામાં આવશે, જે મહત્તમ 15,000 રૂપિયા છે. તેમણે કહ્યું, 'ઉત્પાદક બનતા પહેલા યુવાનોએ શીખવાની કર્વમાંથી પસાર થવું પડે છે. આ સબસિડી કર્મચારી અને કંપનીને નોકરીમાં મદદ કરવા માટે છે.
બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારની નવ પ્રાથમિકતાઓ વિશે જણાવ્યું. જેમાં કૌશલ્ય વિકાસ અને રોજગારનો સમાવેશ થાય છે. આ પછી નાણામંત્રીએ યુવાનો માટે મોટી ભેટની જાહેરાત કરી. જો કે, આ અંગે કેટલાક નિયમો અને શરતો છે. સરકાર દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય તે લોકો માટે ઉપલબ્ધ રહેશે જેઓ EPFO સાથે નોંધાયેલા છે.
પ્રથમ નોકરી પર સરકાર દ્વારા EPFO ખાતામાં 15,000 રૂપિયા જમા કરવામાં આવશે, જેમનો પગાર 1 લાખ રૂપિયા પ્રતિ માસથી ઓછો હશે. આ લાભ તમામ ક્ષેત્રોમાં લાગુ થશે. આ રકમ DBT દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે
આ યોજનાનો સમયગાળો બે વર્ષનો છે. પ્રથમ હપ્તો મેળવ્યા પછી, બીજા હપ્તા માટે ઉમેદવારે નાણાકીય શિક્ષણનો અભ્યાસક્રમ કરવો પડશે. જો કર્મચારી એક વર્ષ પહેલા નોકરીમાંથી રાજીનામું આપે તો રકમ પરત કરવાની રહેશે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
