<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના મેમ્બર તરીકે નીતા અંબાણી ફરી ચૂંટાઈ આવ્યા

શ્રીમતી નીતા મુકેશભાઈ અંબાણી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી -  આઈઓસીના મેમ્બર તરીકે સર્વાનુમતે ફરી ચૂંટાઈ આવ્યા છે.

આઈઓસીના મેમ્બર બનનાર તેઓ પ્રથમ મહિલા ભારતીય છે. ૨૦૧૬માં પ્રથમ વખત તેઓ ચૂંટાઈ આવેલ.

શ્રીમતી અંબાણીએ કહ્યું કે ફરીથી ચૂંટાઈ આવવા બદલ ખુબ જ માનની લાગણી અનુભવું છું. હું પ્રમુખ બાચ અને આઇઓસીના મારા તમામ સાથીદારોનો મારામાં ભરોસો અને વિશ્વાસ મૂકવા બદલ આભાર માનું છું.

નીતાબેને કહેલ કે આ પુનઃચૂંટાઈ આવવું એ માત્ર વ્યક્તિગત માઇલસ્ટોન નથી, પણ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવની ઓળખ છે.

પેરિસમાં હાલમાં ચાલી રહેલા ૧૪૨મા આઈઓસી સત્રમાં ભારત તરફથી મેમ્બર તરીકે તરીકે સર્વસંમતિથી,૧૦૦% મત સાથે સર્વસંમતિથી નીતાબેન જીત્યા હતા.

૨૦૧૬માં શ્રીમતી નીતા અંબાણીની રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં વિશ્વની આ ગૌરવવંતી સંસ્થામાં સામેલ થવા માટે પ્રથમ વખત નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી, આઇઓસીમાં જોડાનાર ભારતની પ્રથમ મહિલા તરીકે, નીતાબેનએ પ્રારંભથી જ શાનદાર કામગીરી કરેલ છે.

(10:26 PM IST)