News of Wednesday, 24th July 2024
બજેટ બાદ સોના-ચાંદીમાં ગાબડાનો દોર :ડ્યુટી ઘટતા ભાવમાં સતત નરમાઇનો માહોલ : જુઓ લેટેસ્ટ ભાવ
22 કેરેટ સોનાની કિંમતમાં 64 હજાર રૂપિયાથી ઓછી : ટેક્સમાં ઘટાડો થતાં પીળી ધાતુના ભાવમાં ભારે ઘટાડો. 999 શુદ્ધતાની ચાંદી 84862 રૂપિયા પર આવી.

નવી દિલ્હી : મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ મંગળવારે (23 જુલાઈ) રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે.
સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. બજેટ પહેલા 15% કસ્ટમ ડ્યુટી લાગતી હતી. દરમિયાન બંને ધાતુના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IBJA વેબસાઇટ અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 69,151 રૂપિયા થઈ ગઈ છે. બુધવારે સવારે તેની કિંમત 69,194 રૂપિયા હતી. સોનામાં રૂ.43નો ઘટાડો નોંધાયો હતો.
આ પહેલા મંગળવારે સવારે 24 કેરેટ સોનાનો ભાવ 72609 રૂપિયા હતો. બજેટ બાદ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાંજે પીળી ધાતુનો ભાવ ઘટીને રૂ.69602 થયો હતો.
બજેટ પહેલા ચાંદીની કિંમત 87576 રૂપિયા પ્રતિ કિલો હતી. બજેટ બાદ સાંજે ભાવ ઘટીને રૂ.84919 પ્રતિ કિલો થઈ ગયો હતો. જ્યારે બુધવારે ચાંદીનો ભાવ 84862 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. ચાંદીની કિંમતમાં 2714 રૂપિયાનો ઘટાડો થયો છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
