હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેટ દ્વારકા દરિયા પર 1000 કરોડના ખર્ચે બનેલા સુદર્શન બ્રિજમાં પહેલા વરસાદે જ ગાબડાં દેખાયા : જોઈન્ટ છૂટા પડી ગયા : જુઓ વિડીયો
સુદર્શન બ્રિજની પ્રથમ ચોમાસે મેઘરાજાએ પોલ ખોલી:લોખંડના સળીયા પણ ઉપસીને બહાર આવી ગયા :બ્રિજની રેલીંગ પણ કટાઈ ગઈ

સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે છ મહિના પહેલા જ એક હજારના કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુદર્શન બ્રિજમાં પ્રથમ ચોમાસે જ ગાબડાં પડી ગયા જતાં જોઈન્ટ છૂટા પડી ગયા છે. આટલું જ નહીં રેલિંગને પણ કાટ લાગી ગયો છે.
વડાપ્રધાન મોદીના સ્વપ્ન સમાન બેટ દ્વારકા દરિયા પર એક હજાર કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જેનું 6 માસ પહેલા જ વડાપ્રધાને ઉદઘાટન કરી સિગ્નેચર બ્રિજને સુદર્શન સેતુ બ્રિજનું નામ આપ્યું હતું.
બેટ દ્વારકા ખાતે દર વર્ષે ભારતભરમાંથી લાખો લોકો દર્શનાર્થે આવી રહ્યાં છે, ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે મેઘરાજાએ પોલ ખોલી નાખી છે. બેટ દ્વારકા અને દ્વારકા પંથકમાં છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સુદર્શન બ્રિજમાં મોટા ગાબડા પડી ગયા હતાં. એટલુ જ નહીં પરંતુ લોખંડના સળીયા પણ ઉપસીને બહાર આવી ગયા છે. આ ઉપરાંત બ્રિજના જોઈન્ટ પણ છુટા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે અને સુદર્શન બ્રિજની રેલીંગ પણ પહેલા જ વરસાદે કટાઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચોમાસાની શરૂઆતમાં જ સુદર્શન બ્રિજની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, પરંતુ ભ્રષ્ટાચારને છૂપાવવા માટે તાત્કાલીક પ્રોટેકશન દિવાલનું કામ કરી નાખવામાં આવ્યું હતું. જો કે સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદે બ્રિજમાં જ થયેલા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
