News of Thursday, 25th July 2024
NIAને મળી મોટી સફળતા, વોન્ટેડ માઓવાદીનીધરપકડ :ગ્રેનેડમાં ફેરફાર કરી નક્સલવાદીઓને સપ્લાય કરતો હતો
બિહારમાં હથિયારોની રિકવરીનાં કેસની તપાસ કરી રહેલી NIAએ હવે વોન્ટેડ માઓવાદીને પકડી લીધો

NIAને મોટી સફળતા મળી છે. બિહારમાં હથિયારોની રિકવરીનાં કેસની તપાસ કરી રહેલી NIAએ હવે વોન્ટેડ માઓવાદીને પકડી લીધો છે. આ માઓવાદી પળવારમાં બોમ્બ બનાવવામાં માહેર હોવાનું કહેવાય છે. સાથે જ તે ગ્રેનેડમાં ફેરફાર કરીને નક્સલવાદીઓને સપ્લાય કરતો હતો.
સીપીઆઈ (માઓવાદી)ના વરિષ્ઠ નેતા ઉદય જી ઉર્ફે રાજેશ કુમાર સિન્હાને NIAએ પકડી લીધો છે. તપાસ એજન્સી લાંબા સમયથી તેની શોધ કરી રહી હતી. 2021માં NIAએ બિહારમાંથી મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારથી આરોપી ફરાર હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સીપીઆઈ (માઓવાદી)ની સ્પેશિયલ એરિયા કમિટિનો સભ્ય છે.?
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
