News of Thursday, 25th July 2024
બંગલો નંબર 5, સુનેહરી બાગ રોડ... વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું નવું સરનામું થયું ફાઈનલ!
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું સત્તાવાર નિવાસસ્થાન બદલાઈ ગયું સત્તાવાર ફાળવણી અને બ્યુટીફિકેશન બાદ રાહુલ ગાંધી આ જગ્યાએ શિફ્ટ થશે.

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું સત્તાવાર નિવાસસ્થાન બદલાઈ ગયું છે. દિલ્હીના સુનેહરી બાગ રોડ પરનો બંગલો નંબર પાંચ હવે તેમનું નવું સરનામું હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ જનરલ પૂલના આ ટાઇપ 8 બંગલાને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર ફાળવણી અને બ્યુટીફિકેશન બાદ રાહુલ ગાંધી આ જગ્યાએ શિફ્ટ થશે. વિપક્ષના નેતા તરીકે રાહુલને કેન્દ્રીય મંત્રી તરીકેની તેમની સ્થિતિ અનુસાર ટાઇપ 8 બંગલો મળી શકે છે.
હાલમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી સાથે 10 જનપથ પર રહે છે, પરંતુ આ પહેલા 2004થી 2023ના એપ્રિલ સુધી રાહુલ ગાંધીનું સરનામું 12, તુગલક લેન હતું. ગયા વર્ષે માર્ચમાં, માનહાનિના કેસમાં બે વર્ષની સજા બાદ, રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી અને તેમનો 12, તુઘલક લેન ખાતેનો બંગલો પણ છીનવી લેવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હોવા છતાં તેમણે નવો બંગલો નથી ખરીદ્યો.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
