<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

૨૨૦૦૦% નું વળતર... શેર રૂ. ૭ થી વધીને રૂ. ૧૭૦૦ને પાર કરી ગયો

એક અહેવાલની અસર દારૂ કંપનીઓના શેર પર જોવા મળી છે. તિલકનગર ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ, યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ લિમિટેડ, યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ (યુબીએલ), રેડિકો ખેતાન લિમિટેડના શેર ૮ ટકા સુધી વધ્‍યા

નવી દિલ્‍હી, તા.૨૬: વૈશ્વિક બજારમાં આવેલા ભારે ઘટાડાથી ગુરુવારે ભારતીય શેરબજાર પર પણ અસર પડી હતી. જોકે, બજાર બંધ થયું ત્‍યાં સુધીમાં સેન્‍સેક્‍સ ૧૦૯ પોઈન્‍ટ ઘટીને ૮૦,૦૩૯ પર બંધ થયો હતો, જ્‍યારે નિફ્‌ટી ૭ પોઈન્‍ટ ઘટીને ૨૪,૪૦૬ પર બંધ થયો હતો. જ્‍યારે બેન્‍ક નિફ્‌ટી ૪૨૮ પોઈન્‍ટ ઘટીને ૫૦,૮૮૮ પર બંધ રહ્યો હતો. જોકે, આ ઘટાડા વચ્‍ચે લિકર કંપનીઓના શેરમાં અદભૂત વધારો જોવા મળ્‍યો હતો.

વાસ્‍તવમાં, એક અહેવાલની અસર આ દારૂ કંપનીઓના શેર પર પડી છે. તિલકનગર ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ, યુનાઇટેડ સ્‍પિરિટ્‍સ લિમિટેડ, યુનાઇટેડ બ્રેવરીઝ લિમિટેડ (યુબીએલ), રેડિકો ખેતાન લિમિટેડના શેર ૮.૪૮ ટકા વધીને રૂ. ૨૬૨ થયા હતા. યુનાઈટેડ સ્‍પીટિસ ૪.૬૨ ટકા વધીને રૂ. ૧,૪૪૯.૪૫ પર, યુનાઇટેડ બ્રુઅરીઝ ૨.૪૧ ટકા અને રેડિકો ખેતાન ૧.૨૯ ટકા વધીને રૂ. ૧,૭૪૨.૭૫ પર હતા.

માહિતીવાદીસ્ત્રોત આધારિત અહેવાલ મુજબ, મુખ્‍યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ રાજ્‍યની આબકારી નીતિમાં ફેરફાર કરવા આતુર છે, એમ કહીને કે નવી નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે જે પ્રાપ્તિ, નિશ્‍ચિત કિંમતો અને ગુણવત્તાના ધોરણોને સુધારશે. આ સાથે સ્‍થાનિક બ્રાન્‍ડની સાથે બહારની બ્રાન્‍ડમાંથી પણ દારૂનો જથ્‍થો મંગાવી શકાય છે. આ રિપોર્ટ આવતાની સાથે જ દારૂની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

અહેવાલો અનુસાર, રાજ્‍ય સરકારના અધિકારીઓએ પહેલાથી જ લોક-યિ ડિસ્‍ટિલરી અને બ્રુઅરીઝ સાથે વાતચીત શરૂ કરી દીધી છે જેથી તેઓ પુરવઠો શરૂ કરી શકે. અહેવાલમાં જણાવાયું છે કે સીએમ નાયડુએ રાજ્‍યની વિધાનસભામાં આબકારી વિભાગ અને દારૂની ખરીદી અને કિંમતો સંબંધિત મુદ્દાઓ પર શ્વેતપત્ર રજૂ કર્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં દારૂ બનાવતી કંપની રેડિકો ખેતાનના શેરોએ રોકાણકારોને મોટો નફો આપ્‍યો છે. ૨૦ જાન્‍યુઆરી, ૨૦૦૩ના રોજ તેના શેર ૭.૬૨ રૂપિયા પ્રતિ શેરના ભાવે હતા, પરંતુ હવે તે ૧૭૪૨ રૂપિયાના ભાવે પહોંચી ગયા છે. રેડિકો ખેતાને આ સમયગાળા દરમિયાન ૨૨,૭૬૦.૮૯% વળતર આપ્‍યું છે. તેનું ૫૨ સપ્તાહનું ઉચ્‍ચ સ્‍તર રૂ. ૧,૮૮૫.૧૦ અને નિમ્‍ન સ્‍તર રૂ. ૧,૧૪૧.૨૫ પ્રતિ શેર છે. તેણે પાંચ વર્ષમાં ૪૭૪ ટકા વળતર આપ્‍યું છે, જ્‍યારે એક વર્ષમાં તેણે ૨૫ ટકા વળતર આપ્‍યું છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા, કળપા કરીને તમારા બજાર નિષ્‍ણાતની સલાહ લો)

(11:30 AM IST)