<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

જમ્‍મુમાં ભયનો માહોલઃ શાળાઓ ઓનલાઇનઃ સૈન્‍ય છાવણી હાઇએલર્ટ

આતંકી હુમલાનો ખતરો વધ્‍યોઃ સ્‍વતંત્રતા દિવસે કોઇ ઘટના ન બને તે માટે તકેદારીરૂપે પગલુ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા.૨૬: જમ્‍મુ કાશ્‍મીરમાં આતંકી ખતરો હવે ખૂબ જ વધી ગયો છે. પ્રદેશમાં દહેશતનો માહોલ કેટલો છે કે જમ્‍મુ પઠાણકોટ હાઈવે ઉપર ખુલેલ સૈન્‍ય સ્‍કૂલ અને કેન્‍દ્રીય વિદ્યાલય આગલા આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્‍યા છે અને ભણવાનું ઓનલાઈન કરવાની જાહેરાત કરવામાં આવી છે તે પરથી સ્‍પષ્ટ થાય છે.

અધિકારીઓએ તેની પુષ્ટિ કરી છે કે સ્‍વતંત્રતા દિવસને ધ્‍યાનમાં રાખી અને હાઈ એલર્ટ ના કારણે જમ્‍મુ ઉપરાંત અને જમ્‍મુ પઠાણકોટ રાજમાર્ગ પર સૈન્‍ય છાવણીથી સંચાલિત થનાર કેન્‍દ્રીય વિદ્યાલયો સિવાય સેનાના પબ્‍લિક અને ગુડવિલ સ્‍કૂલો સહિત મોટી સંખ્‍યામાં શૈક્ષણિક સંસ્‍થાનો તકેદારીના રૂપે બંધ કરવામાં આવ્‍યા છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ જાસુસી એજન્‍સીઓ દ્વારા સ્‍કૂલો પર સંભવિત આતંકી હુમલા વિશે નું એલર્ટ જાહેર કરાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. આ ઘટનાક્રમ ત્‍યારે બન્‍યો જ્‍યારે સુરક્ષા દળોએ આતંકવાદ સંબંધીત ગતિવિધિઓને સમર્થન કરવા માટે બે ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સનેની ધરપકડ કરી. પોલીસે જણાવેલ કે આતંકવાદી ગતિવિધિઓનો મુકાબલો કરવા અમારા ચાલી રહેલ પ્રયાસમાં પીએસ મલ્‍હારમાં કઠવા પોલીસે બે ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સ ને પકડ્‍યા, જે સમય પર પોલીસને તેનો ખુલાસો ન કરી જાણી જોઈને મહત્‍વપૂર્ણ માહિતી રોકી રહ્યા હતા. આ નિર્ણય એવા સમયને આવ્‍યો છે જ્‍યારે જમ્‍મુમાં આતંકવાદીઓ અને સુરક્ષા કર્મીઓ વચ્‍ચે અનેક અથડામણ થઈ છે. જેનાથી ક્ષેત્રમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. ત્‍યારે સુરક્ષા દળોએ સ્‍વતંત્રતા દિવસને ઘટનામુક્‍ત સમારોહ સુનિヘતિ કરવા માટે પોતાના તંત્રને મજબૂત કર્યું છે. અધિકારીક સૂત્ર મુજબ જમ્‍મુ ક્ષેત્રમાં વધતી આતંકવાદી ગતિવિધિઓના કારણે સ્‍થાનિક તંત્ર અને સુરક્ષા એજન્‍સીઓના સંયુક્‍ત રૂપે નિર્ણય લેવાયો છે કે આગલા આદેશ સુધી તમામ સેના અને કેન્‍દ્રીય વિદ્યાલય તથા અન્‍ય સંતોષપ્રદ સ્‍કૂલ બંધ રહેશે.

એક અધિકારીએ જણાવેલ કે આ નિર્ણય બાળકો, શિક્ષકો અને સ્‍કૂલ કર્મચારીઓને સંભવિત ખતરાથી સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ્‍યથી લેવામાં આવ્‍યો છે. અધિકારીઓએ જણાવેલ કે સેના અને કેન્‍દ્રીય વિદ્યાલય સ્‍કૂલોને બંધ કરવાનો નિર્ણય અસ્‍થાયી છે અને સ્‍થિતિ સામાન્‍ય થતા જ સ્‍કૂલો ફરીથી ખોલવામાં આવશે. હાલ તંત્ર અને સુરક્ષા એજન્‍સીઓ બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા દઈને દરેક સંભવ પગલા ઉઠાવી રહી છે. રક્ષા અધિકારીઓએ જણાવેલ કે તકેદારી રૂપે ઓછામાં ઓછી એક ડઝન આર્મી સ્‍કૂલ બંધ કરવામાં આવી છે. જેમાં સુંજવાન અને ડોમાના સિવાય હાઇવે પર સ્‍થિત સ્‍કૂલ પણ સામેલ છે.

આ ઉપરાંત આતંકવાદી હુમલાની માહિતી મળ્‍યા બાદ જમ્‍મુ પઠાણકોટ રાષ્‍ટ્રીય રાજમાર્ગ પર તમામ રક્ષા પ્રતિષ્ઠાનોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. કેટલાક અભિભાવકોએ પુષ્ટિ કરી છે કે સ્‍કૂલના અધિકારી આગલા આદેશ સુધી તંત્રના કારણોથી રજાઓ અંગે જાણ કરતો મેસેજ મોકલી રહ્યા છે. એક વાલીએ કે જેનું બાળક આર્મી સ્‍કૂલમાં ભણે છે તેણે પુષ્ટિ કરી કે અમને સ્‍કૂલના વોટ્‍સએપ ગ્રુપમાં કેટલાક પ્રશાસનિક કારણોથી રજા અંગે એક મેસેજ મળ્‍યો છે.

તેમણે વધુમાં જણાવેલ કે અધિકારીઓ મુજબ હાલના દિવસો દરમ્‍યાન વર્ગો ઓનલાઇન આયોજિત કરવામાં આવશે. આ સિવાય જમ્‍મુ શહેરમાં એક સૈન્‍ય નિયંત્રણ થી કેન્‍દ્રીય સ્‍કૂલ અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે સ્‍કૂલ બંધ કરવામાં આવી છે અને હવે છાત્રો માટે ભણવાનું ઓનલાઇન જ કરવામાં આવશે.

ગત વર્ષે અધિકારીઓએ જમ્‍મુ ક્ષેત્રની તમામ સ્‍કૂલો બંધ કરી દીધી હતી જે શ્રીનગરમાં જી-૨૦ શિખર સંમેલનના એક અઠવાડિયા પહેલા છાવણી ક્ષેત્રની અંદરથી સંચાલિત થઈ રહી હતી. ૨૩ જુલાઈએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ સાથે અથડામણમાં એક સૈનિક સહિદ થયેલ, કળષ્‍ણ ઘાટી સેક્‍ટરના બટટલ વિસ્‍તારમાં ફાયરિંગ દરમિયાન લાન્‍સ નાયક સુભાષચંદ્ર એ પોતાના પ્રાણની આહુતી આપી હતી,જ્‍યારે સેનાએ સીમા પાર આતંકવાદીઓના સમૂહ દ્વારા ઘુષણખોરીની કોશિશને નિષ્‍ફળ કરવામાં આવી હતી. આ દરમિયાન જમ્‍મુ કાશ્‍મીરના ઉપરાજ્‍યપાલ મનોજસિંહ એ ૨૪ જુલાઈએ જણાવેલ કે, પાકિસ્‍તાન જમ્‍મુમાં શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહ્યું છે જેથી તેની પ્રગતિમાં અવરોધ ઊભો થાય. પણ આતંકવાદીઓ દ્વારા વહેડાવવામા આવેલ લોકોના લોહીના એક એક ટીપાનો બદલો લેવામાં આવશે

(12:09 PM IST)