<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ભાજપના વરિષ્‍ઠ નેતા અને મધ્‍યપ્રદેશના પૂર્વ પ્રમુખ પ્રભાત ઝાનું નિધન : દિલ્‍હીની હોસ્‍પિટલમાં લીધા અંતિમ શ્વાસ

 

નવી દિલ્‍હી, તા.૨૬: મધ્‍યપ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું દિલ્‍હીમાં નિધન થયું છે. તેમણે આજે શુક્રવારે સવારે દિલ્‍હીની મેદાંતા હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લગભગ ૨૬ દિવસ પહેલા તેઓને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.  મળતી માહિતી મુજબ મેનિન્‍જાઇટિસ બાદ તેમની તબિયત બગડી હતી. જે બાદ તેઓને ભોપાલની બંસલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. બે દિવસ પછી, પ્રભાત ઝાને એરલિફ્‌ટ કરીને દિલ્‍હીની મેદાંતા હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેની સારવાર ચાલી રહી હતી. આજે સવારે લાંબી જહેમત બાદ ઝાનું અવસાન થયું હતુ. તેમના અંતિમ સંસ્‍કાર તેમના વતન બિહારના ગામમાં કરવામાં આવશે. ઝા મધ્‍યપ્રદેશ ભાજપના અધ્‍યક્ષ, રાજ્‍યસભાના સભ્‍ય અને ભાજપના રાષ્‍ટ્રીય સચિવ પણ રહી ચૂકયા છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત પત્રકારત્‍વથી કરી હતી.

(2:56 PM IST)