<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

BSNL ના લાખો ગ્રાહકોનો ડેટા લીક : ભારત સરકારે પુષ્‍ટિ કરી : ગંભીર મામલો હોય તપાસના આદેશ : સાવચેત રહેવા અપીલ

સબસ્‍ક્રાઇબર્સને ઓનલાઇન પાસવર્ડ તાકિદે બદલવા સલહ : મે મહિનામાં આ ઘટના બની હતી

રાજકોટ, તા. ર૬ : આ વર્ષના મે મહિનામાં BSNLના લાખો ગ્રાહકોનો ડેટા લીક થયો છે, આ સાથે લોકોની અંગત માહિતી લીક થવાનું જોખમ પણ વધી ગયુંહાલ BSNLમાં પોર્ટ કરાવનારા ગ્રાહકો વધવાની વચ્‍ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્‍તવમાં સરકારની માલિકીની કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ તાજેતરમાં મોટા ડેટા લીકનો શિકાર બની હતી.હવે સરકારે પણ આ ડેટા લીકનો સ્‍વીકાર કર્યો છે.

ભારત સરકારે પુષ્ટિ કરી છે કે, આ વર્ષના મે મહિનામાં BSNLના લાખો ગ્રાહકોનો ડેટા લીક થયો છે. આ સાથે લોકોની અંગત માહિતી લીક થવાનું જોખમ પણ વધી ગયું છે.વાસ્‍તવમાં આ વર્ષે મે મહિનામાં હેકર્સે BSNL સિસ્‍ટમમાં તોડ કરીને મોટી માત્રામાં ડેટાની ચોરી કરી હતી. આ ડેટામાં સબસ્‍ક્રાઈબર્સના નામ, સરનામા, ફોન નંબર અને અન્‍ય અંગત માહિતી સામેલ હોવાનું બહાર આવ્‍યું હતું.

ખતરો એ છે કે,ચોરી થયેલ ડેટાનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડી, ઓળખની ચોરી અથવા અન્‍ય ગેરકાયદેસર પ્રવળત્તિઓ માટે કરી શકે છે. શરૂઆતમાં ડેટા લીકને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્‍યું ન હતું પરંતુ હવે સરકારે તેની માહિતી આપી છે.

સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્‍યા છે. લોકોને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્‍પદ પ્રવળત્તિની જાણ કરવા માટે કહેવામાં આવ્‍યું છે. આ સિવાય સબ્‍સ્‍ક્રાઇબર્સને તેમના ઓનલાઈન પાસવર્ડ તાત્‍કાલિક બદલવાની પણ સલાહ આપવામાં આવી છે.

(3:32 PM IST)